SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વિશગુણવર્ણન. શબ્દાર્થ–ઉપકાર કરવામાં સમર્થ એવા પુરૂષની આગળ કાર્ય કરાવવાને આતુર થએલે પુરૂષ ઉભે રહી જે પીડાને કહે છે તે પીડાને કૃપણ વાણથી કહેતા નથી. ૨ એ શ્લેકના અર્થને વિચાર કરી વિદ્યાધર મંત્રીએ વિચાર કર્યો કે, આ મહાન પુરૂષ હારી પાસે આવે છે અને જયંતચંદ્ર રાજા અહીંથી પાછા ફરે એમ એ ઈચ્છે છે તેમજ દંડ પણ આપવાને ઈચ્છતો નથી. વળી આ ભાર હારા ઉપરજ આપણ કરે છે તે કારણથી આ કુમારદેવ મંત્રીને વ્યસન-કણરૂપ સમુદ્રમાંથી વિસ્તાર કરે જોઈએ. કહ્યું છે કે-જે પુરૂષનો આશ્રય લઈ સર્વ પ્રાણીઓ નિર્ભયતાથી સુઈ રહે છે, તેજ પુરૂષ લેકને વિષે પુરૂષ કહેવાય છે અને તેજ પુરૂષ આ લેકમાં પ્રશંસાને પ્રાપ્ત થાય છે. એમ વિચાર કરી તે પછી કુમારદેવ મંત્રીને કહ્યું કે, તમે ભય રાખશે નહીં. તેમજ દંડ પણ આપશે નહીં. પ્રાતઃકાળે અમારું સૈન્ય-લશ્કર આ સ્થાનમાં રહેશે જ નહીં. તેથી તમે પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જાવ. આ પ્રમાણે કહી તેને સત્કાર કરી વિદાય કર્યો પછી કુમારદેવ મંત્રી પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયા. વિદ્યાધર મંત્રીએ પણ યંતચંદ્ર પાસે જઈ કહ્યું કે હે રાજેન્દ્ર? આજે આપણા અઢાર દિવસે વ્યતીત થઈ ગયા. કુમારદેવે પોતાની જાતે આવીને અઢાર લાખ સુવર્ણ દંડના સ્થાનમાં આપી ગયે છે. તેથી તેમને અભય આપે. આ૫ પ્રસન્ન થાવ અને આપ પિતાના સ્થાન પ્રત્યે પધારે. તેમને કિલ્લે લેવે મુસીબત ભરેલો છે. આ પ્રમાણે શ્રવણ કરી, કાશીપતિ જયંતચંદ્ર તત્કાળ રાત્રિને વિષેજ પ્રયાણ કર્યું. આ વાત સાંભળી લક્ષણાવતીને રાજા ખુશી થયે. તેણે પોતાના મંત્રી કુમારદેવને પુછયું કે, જયંતચંદ્ર કેમ ચાલે ગ? મંત્રીએ જવાબ આપે કે તમને યુદ્ધ કરવામાં તત્પર થયેલા સાંભળી ભયભીત થએલો તે પાછો ચાલ્યો ગયો. અનુક્રમે કાશી અધિપતિ કાશીની નજીક પ્રાપ્ત થયું તે વખતે યંતચંદ્ર મંત્રીને આદેશ કર્યો કે લક્ષણાવતી નગરીના સ્વામીએ આપેલું દંડ સંબંધી સુવર્ણ યાચકને આપી દે, જેથી મહારા યશની વૃદ્ધિ થાય. વિદ્યાધર મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે કુમારદેવ મંત્રીએ એકજ રત્ન આપેલું છે તેથી તેનું સુવર્ણ એકદમ કેવી રીતે થઈ શકે? રાજાએ કહ્યું કે જે એમ છે તે તે રત્ન મને બતાવે. પછી મંત્રીએ રાજાને પત્રિકામાં લખેલે કલેક બતાવ્યું અને કુમારદેવ મંત્રીના આગમન વિગેરેને વૃત્તાંત કહી સંભળાવ્યું. એ વૃત્તાંતને જાણ જયંતચંદ્ર રાજાએ કહ્યું કે, હે મંત્રી વિદ્યાધર? આ પત્રિકા તે વખતે મને કેમ ન બતાવી? જેથી આપણે તેઓની ઉપર હેટી કૃપા કરી. પછી જયંતચંદ્ર રાજાએ અઢાર લાખ સુવર્ણ યાચક વર્ગને આપ્યું અને અઢાર લાખ સુવર્ણ લક્ષણુસેન રાજાને તથા અઢાર લાખ સુવર્ણ કુમારદેવ મંત્રીને મેકલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy