________________
૧૪૮
શ્રાદ્ધગુણ વિવરણ.
અથવા તે ઉચિતરૂપ ચિંતામણિ પુણ્યવાન પુરૂષને શું નથી કરતે? તે ઉચિતરૂપ ચિંતામણિ અપરિચિત લેમાં પણ એકદમ આદેયપણાને વિસ્તારે છે. ખરાબ આચરણવાળા અને નાશ કરવાને ઉદ્દત થએલા નરપતિ જેવાને પણ શાંત કરે છે. અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગને પ્રાપ્ત કરાવે છે. તેથી આ લેકમાં તથા પરકમાં કલ્યાણ થાય છે. તેમાં મુખ્ય વૃત્તિએ સર્વ વિરતિ ગ્રહણ કરનાર મુનિઓ અતિથિ કહેવાય છે. તેથી તેવા અતિથિઓને વિષે પિતાના અનુગ્રહને માટે પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવાને માટે અને કર્મોને નાશ કરવાને માટે સર્વ પ્રકારની ઈચ્છા રહિત અને શ્રદ્ધાવાળા વિવેકી પુરૂષે હમેશાં સંવિભાગ કરવો જોઈએ. તેને માટે શ્રાવક સામાચારીમાં કહ્યું છે કે “જ્યાં સાધુઓનું ભાગમન હય, જ્યાં જિનેશ્વર ભગવાનનું ચૈત્ય-મંદિર હોય અને જ્યાં વિદગ્ધ-ડાહ્યા સાધમિક વસતા હોય તેવા સ્થાનમાં શ્રાવક વાસ કરે”પ્રથમ પ્રાતઃકાલે જયાં સુધી જિનપ્રતિમા અને સાધુઓને વિધિપૂર્વક વંદન ન કર્યું હોય ત્યાં સુધી પાણી પણ પીવું કપે નહીં. મશ્વાહ કાળે બીજીવાર મધ્યાન્હ પણ દેવગુરૂને અવશ્ય વંદન કરી શ્રાવકને ભોજન કરવું કપે. વળી સાયંકાલે પણ તેમને વંદન કરી શયન કરવું જોઈએ. ભજન કરવાને કાળ પ્રાપ્ત થતાં દાનનું ફળ ઉત્તમ છે. એમ જાણી, ઉપાશ્રયમાં જઈ, વિધિપૂર્વક મુનિપતિ-આચાર્યને વંદન કરી ભકિતના સમૂહથી અત્યંત ભરાએલા શરીરવાળો અને મહાન સંવેગથી પુલકિત ( વિકસ્વર) શરીરવાળે શ્રાવક પોતે જ નિર્દોષ અન્નપાનવડે મુનિઓને પ્રતિલાભિત કરે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે:-“પોતાના ઘરમાં સુપાત્રરૂપ મુનિ પ્રાપ્ત થયે છતે અતિ વિશુદ્ધ શ્રદ્ધાથી જે પુરૂષે સર્વ પ્રકારે દોષ રહિત દાન આપ્યું નથી, તે પુરૂષનું કલ્યાણ કેવી રીતે થાય?”નહિ પ્રાપ્ત થએલા પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ આશંસા વિગેરેથી વિમુખ થએલ અને શ્રદ્ધાથી વિકસ્વર થએલા રેમ રૂપે કંચુકને ધારણ કરતે શ્રમણોપાસક કર્મોને નાશ કરવામાં હેતુરૂપ દાન અવ
શ્ય સુપાત્રરૂપ મુનિઓને આપે. એવી રીતે સૂત્રમાં ૧ણ વેલા વિધિ વડે મેક્ષનું કારણ ભૂત દાન આપવું જોઈએ. તથા અનુકંપાદાન તીર્થકરેએ કોઈ ઠેકાણે નિદ્ધ ક્યું નથી. વ્યવસાયનું ફળ વૈભવ છે. અને વૈભવનું ફળ સુપાત્રમાં વિનિયેગ કરે તે છે. તેમા અભાવમાં વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું કારણ થાય છે. તથા બાહ્ય, નાશવંત અને સુપાત્રમાં આપેલા દ્રવ્યથી જે નિત્ય અને અંતરંગ રૂપ ઘમ થાય તે શું પ્રાપ્ત થયું નથી ? દેવ ગુરૂને સંવિભાગ કરી દુઃખી પુરૂષે તથા બંધુવર્ગને આપી જે ભેગવે છે તે ભગવેલું કહેવાય છે. તે સિવાય બાકી તે ઉદર ભરવું ગણાય છે. કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org