SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પદરમાં ગુણનું વર્ણન. ૧૩૫ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે જવાની ઈચ્છા કરતું નથી. આ તરફ તે નગરમાં અતિ શુદ્ધ સમ્યકત્વવાન અને નિભિમાની સુદર્શન નામે શ્રેષ્ઠી રહે. હિતે. તે શ્રેષ્ઠી ભગવાન મહાવીરસ્વામીને વચનામૃતનું પાન કરવાની ઈચ્છાવાળે હતે, તેથી તે શ્રેષ્ઠીએ પિતાના માતા પિતાને ભગવંતને વંદન કરવા નિમિત્તે જવાની વિજ્ઞપ્તિ કરી; અર્થાત્ ત્યાં જવાની આજ્ઞા માંગી. પછી તેના માતા પિતાએ કહ્યું કે હે વત્સ? હાલ તે માર્ગમાં જતાં તેને અજુન માળીએ કરેલે મહાન ઉપસર્ગ થશે. તેથી હે વત્સ? આજે તું અહિં રહીને જ જિનનાયકને વંદન કરે અને પૂર્વે શ્રવણ કરેલી ભગવાનની દેશનાની ભાવના ભાવ. પછી સુદશને પિતાના માતા પિતાને કહ્યું કે જગદ્ગુરૂ મહાવીરસ્વામી અહિં આવે છતે તેમને વંદન કર્યા શિવાય ભોજન કરવું તે પણ યોગ્ય નથી. મને અર્જુન માળીને કરેલ ઉપસર્ગ પણ નહીં થાય, કારણ કે જિનેશ્વરનું ધ્યાન કરનારાઓને કદિ પણ વિદને પ્રાપ્ત થતાં નથી. તેને માટે કહ્યું છે કે – उपसर्गाः वयंयान्ति, बिद्यन्ते विघ्नवदनयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ॥ ७ सव्वेताह पसबा, सुमिणा सनणा गहाय नखत्ता । तिजयण मंगल नितयं, दियएण जिणं वहं तस्स ॥ ए જિનેશ્વરની પૂજા કરતાં ઉપસર્ગો નાશ પામે છે. વિનરૂપ વેલડીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૮ જે પુરૂષ ત્રણ જગતનાં મંગળના સ્થાનરૂપ એવા જિનેશ્વર ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરૂષને સવ સ્વપ્ન, શકુને, ગ્રહો અને નક્ષત્ર પ્રશસ્ત થઈ જાય છે. ૯ આ પ્રમાણે પિતાના માતા પિતાને જૈનાગમનાં વચને સંભળાવી અને પિતે જૈનાગમને સાંભળવાની ઈચ્છામાં ઉત્સુક હૃદયવાળે તે સુદર્શન શ્રેણી જગતનું વાત્સલ્ય કરનાર એવા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયે. એવામાં તે ભાગમાં ચાલતું હતું, તેવામાં અજુનમાળી પોતે મુદ્રને ઉગામી યમરાજાની પેઠે તેના સન્મુખ આવ્યું, તેને તેવી રીતે આવતે જઈ સુદર્શન શ્રેષ્ઠી જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ તેજ ઠેકાણે કાત્સગ કરી ઉભું રહ્યું. તે વખતે તે પરમેષ્ઠી મહામંત્રના જાપથી અસહાતેજવાળા અને વિસ્તાયુકત ધર્યવાળાતે સુદર્શન શ્રેષ્ઠીને પરાભવ કરવાને અસમર્થ થએલે, રોષ રહિત થએલે અને ભય પામેલે યક્ષ પિતાના મુકરને ગ્રહણ કરી, એક દમ અજુન માળીના શરીરને ત્યાગ કરી પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયે. તેનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy