________________
दशम गुण वर्णन.
– –
થી
શ્રા |
વકનાપાવીશ ગુણ પિકીનવા ગુણનું વિવરણ પૂર્ણ કરી “ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરવા” રૂપ દશમા ગુરુ
મારા
ણનું વર્ણન કરે છે.
વનનુાં સ્થાન–વળી ધર્મની લેગ્યતા મેળવનાર ગૃહસ્થ સ્વચક પરચકના વેરથી દુષ્કાળ, મરકી, સાત ઇતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા ગામ કે નગરાદિક સ્થાનને ત્યાગ કરનાર છે. જો તેવા સ્થાનનો ત્યાગ કરવામાં ન આવે તો પ્રથમ ઉપાર્જન કરેલા ધર્મ, અર્થ અને કામ વિગેરેનો નાશ હેવાથી અને નવીન ધર્મ અર્થ કામનું ઉપાર્જન નહી થવાથી તેના ઉભય લેકનો નાશ થાય છે. જેમ દ્વારિકાના ઉપદ્રવ વખતે દ્વારિકાના અને વલભીના ભંગ વખતે વલભીને લોકોના ઉભય લેકને નાશ થયો હતો. અથવા ધર્મ, અર્થ અને કામ વિગેરેને અડચણ કરનાર ભિલ્લ પલ્લી મ્લેચ્છગામ અને દેવગુરૂની સામગ્રીથી રહિત નગરાદિકને ઉપડુત કહે છે. તેવા સ્થાનમાં ધર્મ, અર્થ અને કામની ઇચ્છા રાખનાર પુરૂષે વાસ કરવો નહીં. કારણકે તેવા સ્થાનમાં રહેવાથી ચાર, સ્ત્રીલંપટ અને દુષ્ટ રાજા વિગેરેના સંસર્ગથી ધર્મ અને અર્થની હાની થાય છે. તેમજ દેવદર્શન, ગુરુનું આગમન અને સાધર્મિકના સંસર્ગ વિગેરેને અભાવ હોવાથી નવીન ધર્માદિકનું ઉપાર્જન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે
सद्धर्मदुर्गसुस्वामिव्यवसायजन्धने । स्वजातिलोकरम्ये च देशे प्रायः सदा वसेत् ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org