________________
તૃતીય ગુણ વર્ણન.
“सहकारं हि सुजातं, कुष्माण्डं बीजपुरमति जातम् ।
वटतसफलं कुजातं,जवति कुलाङ्गारमिकु फलम् ॥॥" શબ્દાર્થ–સુજાત––મને પુત્ર આમ્રવૃક્ષ સમાન છે, અતિ જાત–ઉત્તમ પુત્ર કેળા તથા બીજેરા સમાન છે, કજાત પુત્ર વડના ફળ સમાન છે, અને કુળમાં અંગાર રૂપ પુત્ર શેલડીને ફળ સમાન છે. ૮ શ્રીમદ્ જિનાગમ પણ એજ પ્રમાણે કહે છે.
પુત્ર ચાર પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે છે. અતિજાત–પિતાથી ચઢતીયાતા, સમાન જાત–પિતાના સરખા, નીચ–પિતાથી ઉતરતા, અને કુળગાર પિતાના કુળને નાશ કરનાર.”
ભાવાર્થ– બાતઃ ”—આ ઠેકાણે શાસ્ત્રકારે ચાર પ્રકારના પુત્રની ખુલ્લી રીતે સમજ પડે તેને માટે ચાર જાતનાં વૃક્ષની સાથે સરખામણી કરી છે. તેમાં પ્રથમ સુજાત–મને પુત્રને આમ્રવૃક્ષ સાથે સરખાવ્યા છે. જેમ આંબાની ગેટલી વાવવાથી જે જાતની તે ગેટલી હોય તે જ જાતનું આમ્ર ફળ થાય છે, પણ વિશેષ સારું કે તેનાથી ઉતરતું થતું નથી, તેવી રીતે મને અથવા તે પિતા તુલ્યપુત્ર પિતાને પગલે ચાલે, પિતાની કરેલી મર્યાદાને ટકાવી રાખે એટલે કે પિતાના ધાર્મિક કે સાંસારિક કાર્ય ચૂનાધિક કરે નહીં. તેવા પુત્રને સુજાત અથવા તે સમજાત પુત્ર કહેવામાં આવે છે.
“અતિનાત”—પિતાથી ચઢીયાતા પુત્રને કેળા અને બીરાના ફળ સાથે સરખાવ્યા છે. જેમ કેળાની વેલડી અને બીજેરાનું વૃક્ષ પ્રમાણમાં નાનું હોય છે છતાં તેનાથી ઉપ્ત થયેલું કેળું તથા બીરારૂપ ફળ હેતું હોય છે. તેમજ પિતાની સામાન્ય સ્થિતિ હોવા છતાં જે પુત્ર વેપારમાં પુષ્કળ દ્રવ્ય મેળવી, અનેક સત્કૃત્ય કરી પિતાથી અધિક થઈ આખા કુટુંબને સામાન્ય સ્થિતિમાથી ઉચ્ચ, સ્થિતિમાં લાવે છે તે પુત્ર અતિજાત ગણાય છે.
ના”—નીચ અથવા તે પિતાથી ઉતરતા પુત્રને વડના વૃક્ષના ફળ સાથે સરખાવ્યું છે. જેમ વડનું ઝાડ ઘણું મહેતું, છાયા યુક્ત અને તાપદિક કને સહન કરી શ્રમિત થયેલા પાંચજનેને આનંદ આપનારૂ થાય છે, પણ તેનું ફળ અતિશય લઘુ, અસ્વાદિષ્ટ, તુચ્છ અને ઉપકાર રહિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org