________________
સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર.
આ અવસરે રાજાની મુખ્ય રાણી જે કદુઆ નામની હતી, તેણીએ પ્રથમથી આ વાત જાણેલી હતી, તેથી તે ઇર્ષ્યાને લીધે રાજા પાસે એકાંતમાં જઇને ખાલી કે–“હે સ્વામી ! હું તમને એક વિજ્ઞપ્તિ કરવા આવી છું, જો કે તે તમને રૂચશે નહીં, તા પણ આષધના ન્યાચની જેમ ગુણકારક હાવાથી સાંભળેા.—કન્યકુબ્જ રાજાની પુત્રી જે તમારી રાણી છે, તે મંત્રીને વિષે અત્યંત લુબ્ધ થઇ છે, તેથી તે તમારૂ` અમગળ ન કરશ, એટલુ જ કહેવાનું છે, કારણ કે કામાંધ પ્રાણીઓને પાપના ભય હાતા નથી. ઇંદ્રથી પણ સ્ત્રીઓનું નિયંત્રણ થઈ શકે તેવું નથી, કારણ કે તે જો લુબ્ધ થઇ હાય તા તેને પાતાળમાં રાખી હેાય તેા પણ અન્ય પુરૂષને તે સેવે જ છે. તુચ્છ સ્વભાવવાળી અને સ્વચ્છ દપણાને ઇચ્છતી પાપણી સ્ત્રીએ કપટ કરવામાં અત્યંત નિપુણ હાવાથી પેાતાના ભર્તારને પણ યમરાજને ઘેર માકલે છે. તેણીની એટલી બધી મત્રીને વિષે લુબ્ધતા છે કે રાત્રિએ તેની સાથે ક્રીડા કરીને દિવસે પણ તે મંત્રીના વસ્રને પેાતાના હૃદયપરથી મૂક્તી નથી. હે સ્વામી ! જે મારા આ વચન ઉપર તમને વિશ્વાસ ન આવતા હાય તા હમણાં જ તેણીના મંદિરમાં જઇને જાતે જોઇ ખાત્રી કરે. ” આ પ્રમાણે કદ આ રાણીનું વચન સાંભળી રાજા તરત જ લીલાવતીને ઘેર ગયે, ત્યાં રાતું વસ્ત્ર એઢીને સુતેલી તેણીને જોઈ
66
જરૂર આ સ્ત્રી રાગસમુદ્રમાં મગ્ન થઈ છે ” એમ તેણે માન્યું. તે રેશમી વસ્ર પણ મંત્રીનું જ છે એમ તેણે તત્કાળ આળખી પણ લીધું. તેથી ક્રોધની રતાશના મિષથી રાજાના નેત્ર જાણે કે તે વસ્ત્રની જ ક્રાંતિથી વ્યાપ્ત થયા હેાય તેમ તે દેખાવા લાગ્યા. કદખાના વચ નની તેને અત્યંત ખાત્રી થઇ, તેથી ક્રોધ પામ્યા છતાં પણ સ્ત્રીને વધ કરવા ચેાગ્ય નથી એમ ધારી તેણીને હણ્યા વિના પેાતાને સ્થાને જઇ રાજાએ વિચાર કર્યા કે જગતમાં ઉત્તમેાત્તમ એવા આ મંત્રીથી જો આવુ આકા થયું, તે જરૂર અમૃતથી વિષ ઉત્પન્ન થયુ, અને ચદ્રથી અગ્નિની વૃષ્ટિ થઇ. પ્રાણીઓનું ચરિત્ર આશ્ચર્યકારક જ હોય છે. કર્મની ગતિ વિચિત્ર છે, અને કામાગ મિલન જ છે, તેથી આ બાબતમાં અસંભવિત શું છે ? સ`સંભવિત જ છે. જો આ નાસ્તિક સ્ત્રીને વિષે મત્રી આસક્ત થયા ન હેાચ તે મે' પ્રીતિથી
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org