________________
પર
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
માંથી બહાર નીકળવું નહીં.” આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તે પેથડ પિતાના મસ્તક પર મેરના પીંછાનું છત્ર ધારણ કરવા લાગે, તે જોઈ ભાટ ચારણ વિગેરે બંદીજને તેને શ્રીકરીવડે ગાઢ અંધકારવાળે કહેવા લાગ્યા–એવા શબ્દથી તેની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીકરી ઉપર રહેલા સુવર્ણના કળશની અને તેના લાંબા દાંડાની કાંતિ પડતી હોવાથી જાણે કે વીજળી સહિત મેઘ સમુદ્રની જેવા મુદ્રા સહિત એવા તે પેથડને આશ્રય કરીને રહ્યો હોય તેમ દેખાતું હતું. મેટી. રાજ્યલક્ષ્મીને પોતાને સ્વાધીન રાખનાર, શ્રેષ્ઠ છત્ર ચામરને ધારણ કરનાર તથા મસ્તક પર શ્રીકરીને ધારણ કરનાર તે પેથડ પર્ણના આંતરાવાળો સાક્ષાત્ રાજા જ થયે ( રાજા તે માત્ર નામને જ હતો).
એકદા બ્રાહ્મ મુહૂર્તે (પરેઢીએ) ઉઠીને મેટી સંપદાને પામેલા તે પેથડ મંત્રીને પિતાની પૂર્વની નિર્ધન અવસ્થા યાદ આવી. તે વખતે પિતાના આત્માને ઉદ્દેશીને બેધ આપવા માટે તે આ પ્રમાણે છે કે-“હે જીવ! આવી લક્ષ્મી પામીને આજે તું ગર્વ ન કર. કારણ કે પ્રાણુને સંપત્તિ અને વિપત્તિ દડાના ઉત્પાત અને અધપાતની જેમ પ્રાપ્ત થાય છે. તેમાં પૂર્વના પુણ્યથી સંપત્તિ અને પૂર્વના પાપથી વિપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી કરીને મેટા રાજાએ પરણીને મેટા સત્કારને પમાડેલી ચિતારાની પુત્રીની જેમ તું હમેશાં ગર્વના આગમનમાં અર્ગલારૂપતે પૂર્વની દશાનું સ્મરણ કરજે, કે જેથી ગર્વને આવવાને અવકાશ રહેનહીં.” આ પ્રમાણે પોતાના આત્માને બંધ કરીને ફરીથી તેણે વિચાર્યું કે-“મને આવી લફમી પ્રાપ્ત થઈ છે, તેથી જણાય છે કે હમણું મારા પૂર્વનાં પુણ્યને ઉદય વતે છે. કહ્યું છે કે
જેમ માટીની ગંધ વરસાદને સૂચવે છે, પિડાંને શબ્દ ગાડાને સૂચવે છે, પક્ષીને સમૂહ નિર્જનપણાને સૂચવે છે, વીજળીના વિલાસે ઉન્નત મેઘને સૂચવે છે, દીવાની તને અકંપ વાયુના અભાવને (સ્થિરતાને) સૂચવે છે, અને ધૂમાડે અગ્નિને સૂચવે છે, તેમ વિસ્તારવાળે વૈભવ પૂર્વના પુણ્યને ઉદય સૂચવે છે–અનુમાનથી જણાઈ આવે છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org