SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ તરંગ. કરનારા સુડતાળીશ બળદે હતા, બાવીશ ઉટે હતા, પંદરને દશ અ હતા, નેવું સુખાસને હતાં, નવાણુ રશ્રીકરીઓ હતી, ત્રણ સે પાણીની પખાલે પાડા ઉપર રાખવામાં આવી હતી, ચૌદ લુહાર હતા, એ કઈ રઈયા અને સો રાંધવાનાં કડાયાં હતાં, પચાસ સલાટ હતા, બસો માળી હતા, સમૃદ્ધિવાળા સે તંબોળી અને સો પંચકુળ હતા, બસોસાઠ દુકાને હતી, સતસેને બાવન કાષ્ટના ભારા વહન કરનારા હતા, તથા છત્રીશ આચાર્યો હતા. આ ઝાંઝણ મંત્રી પરદેશથી આવેલા હોવાથી અતિથિરૂપ છે એમ જાણીને આભૂ સંઘપતિએ તે મંત્રીને પ્રથમ સિદ્ધાચળ ઉપર ચડવાનું માન આપ્યું, તેથી તે મંત્રી મહોત્સવ પૂર્વક સંઘ સહિત ઉપર ચડયો, ત્યાં મરૂદેવા માતા અને કપદ યક્ષ વિગેરેની પૂજા કરી પર્વતના શિખર પર રહેલા શ્રીયુગાદીશને નમી તેને વિસ્તારથી સ્નાત્ર મહોત્સવ કર્યો. પ્રથમ મેતી, પરવાળા, સેના અને રૂપાના પુષ્પ વડે પૂજા કર્યા પછી ત્રણ કરોડ સુગંધી પુષ્પવડે પૂજા કરી, પછી ધ્વજા ચડાવી પ્રભુને આરતી ઉતારી. પછી પ્રિયાલ (રાયણ) વૃક્ષને મેતી,પરવાળા, સોના અને રૂપાના પુષ્પવડે વધાવી પોતાના મસ્તકપર તે રાયણને વરસાવી. પછી મેઘની જેમ સુવર્ણરૂપી જળની મેટી વૃષ્ટિ કરીને તે મંત્રી ગિરિરાજ પરથી નીચે ઉતર્યો, અને મોટી ભકિતથી આભૂના મોટા સંઘને તે બુદ્ધિમાન મંત્રીએ ભેજન કરાવ્યું. કહ્યું છે કે અન્યથા પ્રકારે પણ સંધનું ગૌરવ કર્યું હોય તે તે સંધ મોટા પુણ્યને ઉત્પન્ન કરે છે, તે પછી તીર્થ યાત્રાને માટે ચાલેલા સ્થિર મનવાળા, તે સંધની ભકિત કરી હોય તો તે ઘણું પુણ્ય ઉત્પન્ન કરે તેમાં શું કહેવું?” “ જેમકે ચંદ્ર પહેલેથી જ હર્ષને માટે છે, સિંહ બળવાન છે, અને તિલક શુભ (માંગલિક ) છે, તેમાં પણ જે ચંદ્ર પૂર્ણિમાવડે યુક્ત હોય, સિંહ પલાણ વડે યુક્ત હોય અને તિલક અક્ષત (ચોખા) વડે યુક્ત હોય તો તે વિશેષે કરીને હર્ષ આપનાર, બળવાન અને માંગલિક થાય છે.” ૧ પાલખી. ૨ મીયાના ૩ સંઘપતિ રાયણને વધાવી તેની નીચે ઉભે રહે, તે વખતે રાયણ માંથી દૂધની વષ્ટિ તેના મસ્તક પર પડતી હતી. આવો જીવ ત્રણ ભવે મોક્ષ ગામી હોય છે, એમ સાંભળવામાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy