________________
૧૨૨
સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર.
ચંદ્રાવતી નગરીના સ્વામી બાર છગોથી શોભતા અને જેના મહેલમાં લાખ અશ્વો બાંધેલા હતા એવા 'વિમળે કરાવ્યું હતું. તે ચેત્ય કમળ વિવિધ કોતરેલી ઘણું કેરણીઓને ધારણ કરનારૂં હતું (મીણું કામથી શેજિત હતું), અને જેનારની દષ્ટિને અમૃતના અંજન સમાન હતું. આવું મનેહર ચેત્ય સંઘે તથા મંત્રીએ જોયું. તે ચિત્યમાં મોતીના સાથીયાની નિશાનીથી પૃથ્વીમાંથી પ્રગટ થયેલા શ્રીષભ પ્રભુની સ્થાપના કરેલી હતી, તેની વિધિપૂર્વક પૂજા કરીને મંત્રીએ મનહર મેટી રેશમી ધ્વજા ચડાવી. તથા તે જ ઠેકાણે છ કળ પ્રમાણ પૃથ્વી ઉપર સાડાબાર કરોડ રૂપિયા ખર્ચ કરીને ઉત્તમ કેરણીના સમૂહથી વ્યાસ એક અદ્ભુત ચૈત્ય તેજપાળ મંત્રિીએ કરાવેલું હતું, ત્યાં આવીને પાપ રહિત ( પુણ્યવંત) મંત્રી વિગેરે સંઘના લોકોએ વિધિ પૂર્વક સ્નાત્ર, પૂજા અને વજાદિક કાર્યો કર્યા. ત્યારપછી ચંદ્રાવતી નગરીમાં રહેલા જિનેશ્વરને નામસ્કાર કરીને સંઘ વડે મનહર લક્ષ્મી (શભા)વાળા આરાસણ તીર્થ તરફ ચાલે. કેટલાક માગ ઉલ્લંઘન કર્યો, તેટલામાં તત્કાળ કષ્ટને સૂચવનારી ભયંકર શબ્દવાળી ભરવી (ચીબરી) ડાબી બાજુએ રહીને શબ્દ કરતી સર્વ લેકએ સાંભળી. તે વખતે ભય પામેલો સંઘ ક્ષણવાર ઉભું રહી પછી આગળ ચાલ્ય, અને પિતા પોતાના સુભટોને સજ કરી મંત્રી અને સિંઘને સાવધાનપણે સંઘની આગળ ચાલ્યા.
આ અવસરે તે માર્ગમાં મુંજાલ નામને કુડાલ દેશને સ્વામી યુદ્ધમાં મહા ઉત્કટ લુંટારાઓના સમૂહને મુગટરૂપ હતું, તેણે ધનથી પરિપૂર્ણ અવન્તીને સંઘ આવતે સાંભળે, તેથી ઉત્કટ ભિલેના સમૂહને ભેળે કરી સંઘને માર્ગ રૂંધીને તે રહ્યો હતે. પડહ (વાજિત્ર) ના શબ્દવડે સંઘને પાસે આવેલ જાણું કાહલ નામના વાજિત્રના મેટા ત્રાટકાર શબ્દવડે જાણે આકાશને ફડતું હોય તેમ તે મુંજાલ સંઘની સન્મુખ દેડ. કલ્પાંત કાળના મેઘની જેમ કાળા શરીરવાળે ભિલેને સમૂહ બાણની વૃષ્ટિ કરતે અને કાલના શબ્દથી ગરવ કરતે પ્રસરવા લાગ્યું. તે વખતે તેને જોઈને સર્વ સંઘલોક કંપવા લાગે અને નવકાર મંત્ર તથા ઈષ્ટદેવનું સ્મરણ કર
૧ આ મંત્રી હતે. ૨ વીઘા જેવું પ્રમાણ વિશેષ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org