________________
સપ્તમ તરંગ.
૧૧૫
.
માં મોકલ્યો. તેણે પણ તે સૈન્યની સાથે સંધિ કરી તેને ચલાવી દીધું-પાછું વાળ્યું.
તે પેથડ મંત્રી બે ગાઉ દૂર ગુરૂને યોગ હોય તે ત્યાં જઈને તેમની સમક્ષ દેવની પ્રતિક્રમણ કરતું હતું, અને પાક્ષિક પ્રતિક્રમણ માટે ચાર ગાઉ દર ગુરૂ હોય તે ત્યાં જઈને પણ ગુરૂની સમક્ષ પ્રતિક્રમણ કરતું હતું, કેમકે ઘરને વિષે પ્રતિક્રમણ કરવાથી મનમાં ઘરના વ્યાપારને વિચાર થવા સંભવ છે, સ્થાપનાચાર્યની પ્રત્યુપેક્ષા દિક નિયમ રહેતું નથી, તથા રાગદ્વેષના ઉદયને સંભવ રહે છે, તેથી કરીને સાધુની સમીપે આવશ્યક (પ્રતિક્રમણ) કરવું શ્રેષ્ઠ છે. જેમ સંસ્કાર કર્યા વિનાની ભીંત ઉપર ચિત્રામણ સારૂં થઈ શકતું નથી, તેમ મન રાગદ્વેષ વિનાનું ન થાય ત્યાંસુધી પ્રથમ સામાયિક જ સ્થાપી શકાતું નથી, તે પછી પ્રતિક્રમણ તે શી રીતે થઈ શકે ? અને જે સમભાવમાં મન રમણ કરતું હોય તે અછતા પણ સમતાદિક સાધુના ગુણે મનમાં પ્રતિબિંબિત થાય છે, તે ઉપર શુદ્ધ કરેલી ભીંતનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે
કેઈ નગરમાં કેઈ રાજાએ ચિતારાઓને બોલાવી તેમને પિતાની સભા ચિતરવા આપી, તેમાં એક તરફની ભીંતને વિભાગ ઘણું ચિતારાઓએ ચિતરવા માટે ગ્રહણ કર્યો, અને તેની સામેની ભીંતને ભાગ માત્ર એક જ ચિતારાએ ગ્રહણ કર્યો. પછી તે બનેની વચ્ચે જવનિકા (પડદે) રાખવામાં આવી. જ્યારે તે ઘણું ચિતારાઓએ તે પિતાની આખી ભીંત સુશોભિત ચિત્રથી ભૂષિત કરી, ત્યારે પેલા એક ચિતારાએ પિતાની ભીંત માત્ર ઘઠારી મઠારીને અત્યંત ઉજ્વળ અરિસા જેવી કરી. પછી વચ્ચે રાખેલી જવનિકા જ્યારે દૂર કરવામાં આવી, ત્યારે તે ભીંતના સર્વ ચિત્ર સામેની શુદ્ધ કરેલી ભીંતમાં પ્રતિબિંબરૂપે દેખાવા લાગ્યા. તેથી રાજા ઘણું આશ્ચર્ય પામ્યું. આવી બુદ્ધિથી તે ચિતારે રાજા પાસેથી ઘણું ધન પામ્યો. તે જ પ્રમાણે સમતાવાળા હૃદયને વિષે ગુણોનું પ્રતિબિંબ પડવાથી પણ ઉત્તમ સ્થાન (મોક્ષ) પ્રાપ્ત થાય છે. એક વર્ષની અંદર નિયમે કરીને ત્રણવાર ગુરૂની પાસે પ્રશ્ન પૂછીને નવકાર મંત્ર વિગેરે સૂના અર્થને પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org