________________
સંખમ તરંગ.
૧૧૩
સાંભળીને પ્રથમિણીએ અમૃત જેવા મધુર વચનથી તે પુરૂષને કહ્યું કે –“હે ભાઈ! હજુ મંત્રીને દેવપૂજામાં બે ઘી લાગશે,”તે સાંભળી તેણે પણ જઈને રાજાને મંત્રીની પ્રિયાએ કહેલે જવાબ આપે. પરંતુ આજ્ઞાને ભંગ કર્યા છતાં પણ પ્રધાન ઉપર રાજાએ કેપ કર્યો નહીં. પછી મુહૂર્ત નજીકમાં જ આવ્યું છે એમ ધારી ઉત્સુક થયેલે રાજા પિતે જ મંત્રીને ઘેર આવ્યો, અને સાથેના પરિવારને બહાર મૂકી પિતે એકલો જ ઘરમાં પેઠો. “હું અહીં આવ્યો છું એ ખબર મંત્રીને કેઈએ જણાવવા નહીં.” એમ કહી રાજા આગળ ચાલતા એક માણસે દેખાડેલા માર્ગે આગળ ગયા. ત્યાં રાજાએ દેવાલય જોયું. તે નિરંતર જાતિવત દશાંગાદિક ધૂપ ઉવેખવાથી સુગંધમય હતું, જળની શંકા થાય તેવી નીલમ મણિની બાંધેલી કુટ્ટિમવડે તે શોભતું હતું, તેની ભીંત વિચિત્ર પ્રકારનાં જિનેશ્વરનાં ચરિત્રાદિકનાં ચિત્ર ચિત્રેલાં હોવાથી અત્યંત શેભતી હતી, ઉપરના ભાગમાં મનહર ચંદરવા બાંધેલા હતા અને તેમાં મેતીની માળાઓ લટકાવેલી હતી, તે દેવાલય જાણે ભવનપતિના ઇંદ્રનું ભવન હોય, કે કલ્પવાસી દેવું કનું વિમાન હય, કે મેક્ષલક્ષ્મીને કીડા કરવાની હવેલી હોય એમ શેભતું હતું. તેમાં શ્રી પાર્શ્વનાથનું અદ્ભુત બિંબ હતું. તે મહા નલરત્નમય હતું, શિવલિંગ ફાટીને તેમાંથી પ્રગટ થયેલું હતું, સિંહાસન પર સ્થાપન કરેલું હતું, દેદીપ્યમાન ફણાનાં રત્નના કિરણોવડે ચળકતું હતું, અને તેની બન્ને બાજુએ અલંકારેવડે સુશોભિત એવી બે કન્યાઓ ઉજવળ ચામરેને વીંઝતી હતી. આવા પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરતા મંત્રીને રાજાએ જોયે. તે વખતે રાજા ગુપ્ત રીતે પુષ્ય આપનાર મનુષ્યને ઉઠાડી તેને સ્થાને પિતે બેઠે, અને કમ (રીત) ને નહીં જાણનાર હોવાથી જેમ તેમ આડા અવળા પુષ્પો આપવા લાગે. વારંવાર કમ વિના પુપે આપવાથી પોતે હાથે જ કમસર પુષ્પ લેવાની ઈચ્છાથી મંત્રીએ પિતાનું મુખ પાછળ ફેરવ્યું, તેટલામાં તે ત્યાં રાજાને બેઠેલા જોયા. તરત જ મંત્રી ઉભે થવા લાગે, તેને રાજાએ આગ્રહથી બેસાડ્યો, અને તેની દેવભક્તિથી
૧ ભૂમિનળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org