SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ તરગ. ૯૫ તથા તેને તેજ વર્ષે દુકાળ હાય તા પણ કીટકથી દુષણ નહીં પામેલ મુષ્ટિના માપવડે ન ભરી શકાય એટલું બધું ઘણું ધાન્ય સુલભ થાય છે. તેમજ ખત્રીશ વર્ષની વયવાળી તે લીલાવતી રાણીએ હર્ષોંથી શ્રી જિનેશ્વરની પાસે સુવર્ણનાં ખત્રીશ બીજોરાં પણ મૂકયાં. અરિહંતની પાસે એક પણ ફળ મૂકયુ હાય તે તે અનત ફળને આપનાર થાય છે, તેથી હું ભળ્યે ? જિનેન્દ્રની પાસે ભાવથી ઉત્તમ ફળ મૂકા. તથા તે રાણીએ જિનેશ્વરની પાસે એક મૂહક પ્રમાણ ઘઉંના મધુર, ઘણા ઘીવાળા, મેટા, ઉજ્જ્વળ અને ગાળ લાડુના ઢગલા કર્યાં. આ પ્રમાણે વિધિપૂર્વક તે દિવસને કૃતાર્થ કરી તે રાણી ઘોડેસ્વાર, પરિવાર અને વેશ્યાઓ સહિત પાતાના મહેલ તરફ ચાલી. આ રીતે તે રાણી આવતી હતી તે વખતે તેના અશ્વોની ખરીના અવાજ તે શેઠે સાંભળ્યેા. તરતજ તેને ગયેલી લક્ષ્મીને પાછી વાળવામાં દૂતી સમાન સારી બુદ્ધિ ઉત્પન્ન થઇ, તેટલામાં દેદીપ્યમાન દીવાના પ્રકાશે દેખાડેલી રાણી પણ ત્યાં આવી. તે વખતે તે શેઠને લાંબી સેોટીવડે મારવામાં આવ્યે તે પણ તે દૂર ગયા નહીં, અને રાણીને મળ્યો. રાણીએ પોતાના મીયાના માણુસા પાસે ઉભા રખાવ્યે ત્યારે શ્રીપાળ શેઠ જરા દૂર રહીને તે દયાળુ રાણી પાસે બેલ્યા કે~ “ હું માતા ! મેં આજે ચ ક અન્યાય કર્યા છે, અને તેનુ ફળ પણ હું પામ્યો છું. તે એ કે રાજાએ નિષેધ કરેલું વ્રત હું રમ્યો છું અને સ લક્ષ્મી હારી ગયેા છું. મારૂ સર્વાંસ્વ જેણે જીતી લીધુ છે તે જુગારી કદાચ પકડાય તા પણ તે પુષ્કળ ધનને લીધે છુટી પણ શકે. પર ંતુ હું તેા માત્ર બે હાથે જ ઘરમાંથી નીકળી ગયા છેં. તેથી જો હું પકડાઉ તે। મારી શી ગતિ થાય ? તે મારા આ એક અપરાધને ક્ષમા કરીને રાજાના ભયથી મને તમે બચાવા. એકવાર પડી ગયેલા દાંતને પણ મુખ ફરીથી ગ્રહણ કરે છે. ” પ્રમાણે તેનું વચન સાંભળી રાણીએ કહ્યું---“ તને અભય હા, તું ભય પામીશ નહીં પરંતુ તે જુગારી કયાં છે ? તે તું કહે. ” તે એક્લ્યા—“ મારા મહેલમાં જ તે રહ્યો છે. ” ત્યારે રાણીએ પાતાના સેવકોને ત્યાં માકલી સુખે સુતેલા એવા તેને બધાગ્યે. * આ પછી રાણીએ પેાતાને ઘેર આવી રાજાને તે સવૃત્તાંત કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy