________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર,
રાજાથી તિરસ્કારને પામેલી કદંબા રાણું ભય પામીને નાસી ગઈ. પ્રાયે કરીને અભ્યાખ્યાનાદિક ઉગ્ર પાપ આ ભવમાં પણ ભેગવવું પડે છે.
ત્યારપછી લીલાવતી રાણે શ્રી પાર્શ્વનાથનું સુવર્ણબિંબ કરાવી તેની હમેશાં પૂજા કરવા પૂર્વક અનુભવેલા પ્રભાવવાળા શ્રી નવકાર મંત્રનો જપ કરવામાં ઉદ્યમવંત થઈ. અણગળ પાછું, માંસ અને રાત્રિભેજન વિગેરેને તેણીએ ત્યાગ કર્યો, અને રસવડે લેતું જેમ સુવર્ણતાને પામે તેમ મંત્રીની પ્રિયા વડે તે જૈનધર્મને પામી. ઘેડેસ્વાર, પદાતિ અને ઘણી સ્ત્રીઓના સમૂહની મધ્યે રહેલી તે રાણી પાંચ પર્વતિથિને દિવસે કાયમ શ્રેષ્ઠ પાલખીમાં બેસી વાગતા વાજિત્રના નાદપૂર્વક ચેત્યેને વાંદવા જતી હતી. તે વખતે દાસીઓ ચેતરફથી સુવર્ણની સેટીવડે વચ્ચે આવતા મનુષ્યને હઠાવતી હતી. આ પ્રમાણે તેને જૈનધર્મમાં રક્ત થયેલી ઈ જગતને આનંદ આપનાર રાજાએ તેણીને પૂછયું, ત્યારે સર્વ સ્ત્રીઓના અલંકારરૂપ તે લીલાવતી બેલી કે–“હે સ્વામી ! મારું અને તમારું શ્રેય આ ધર્મથીજ થયું છે, તેથી હું તેની કૃતની કેમ થાઉં?” આ પ્રમાણે તેણીનું વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ તેણીને પટ્ટરાણી પદે સ્થાપને કરી.
પેથડના બ્રહ્મચર્યને સ્વીકાર તથા તેના પ્રભાવના વર્ણનવાળે આ પાંચમ તરંગ પૂર્ણ થયે.
૧ બટું આળ-કલક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org