SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ સુકૃતસાગર યાને માંડવગઢના મહામત્રીશ્વર. શીળથી ઉત્પન્ન થયેલા તે વસ્ત્રના પ્રભાવથી તે દુષ્ટદેવે જેમ જાંગુલી મંત્રના જપથી વિષના આવેગ શરીરના ત્યાગ કરે તેમ તે હાથીના ત્યાગ કર્યા. આપપાતિક શય્યામાંથી દેવ ઉભા થાય ત્યારે જેમ જય જય શબ્દ થાય તેમ તે ચિરના ત્યાગ કરી તે હાથી પૃથ્વીતળથી ઉભા થયા ત્યારે લેાકેાએ જયજય શબ્દ કર્યાં. અવાના હૈષારવ, હાથીઓની ગના અને સુભટના સિંહનાદની સાથે તત્કાળ આકાશને ફાડી નાંખે તેવા સ્વરવર્ડ વાજિંત્રા વાગવા લાગ્યા. હજારો મનુચૈાએ તે ચીરને વૃત્તાંત જાણ્યા ત્યારે મંત્રીના શીળની પ્રશંસા કરતા કાણે પેાતાનું મસ્તક ન ધુણાવ્યું` ? પછી તે શણગારેલા હાથી ઉપર ચડીને રાજાએ મંત્રીને પેાતાની પાસે બેસવાના ઘણા આગ્રહ કર્યાં, ત્યારે તે મંત્રી એલ્યાકે—“ હે દેવ ! પહેલાં મેં ગુરૂની સમીપે હાથીપર બેસવાના નિયમ ગ્રહણ કર્યા છે, તે કેમ ભગ કરવા ? કેમકે નિયમના ભંગ અતિ દુઃખદાયક થાય છે. વિચક્ષણ પુરૂષ સંસારરૂપી સાગરમાં મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં આવીને નિયમરૂપી રત્નાને ગ્રહણ કરીને તેનું યત્નથી રક્ષણ કરવું જોઇએ. ” તે સાંભળી રાજાએ તેને માટે સુવર્ણના પલાણુ, ચામક અને ચાકડાથી શણગારેલા પટ્ટઅશ્વ મગાબ્યા, તેનાપર રાજાએ તેને ચડાવ્યેા. ત્યારપછી તે રાજા અને મંત્રી બન્ને અનુક્રમે ઉંચા છત્ર અને શ્રીકરીને મસ્તકપર ધારણ કરતા, ચામાથી વીંઝાતા તથા તેજ અને કીતિવડે સૂર્ય અને ચદ્રને જીતતા મહેાત્સવપૂર્વક નગરમાં પેઠા. પછી રાજાએ મહુમાન, સ્તુતિ અને સત્કારપૂર્વક તે મંત્રીને પાંચે અંગે પહેરામણી કરી એક લાખ રૂપીયા આપી વિદાય કર્યાં-ઘેર જવાની રજા આપી. હવે હ રૂપી કતકના ચૂવડે પ્રસન્ન ( નિર્માળ ) થયેલા રાજાના હૃદયરૂપી સરેાવરને વિષે આ વિચારરૂપી રાજહંસી આવી.“ મંત્રીના શીળથી ઉત્પન્ન થયેલા યશ આખા વિશ્વમાં માતા નથી, તેથી ખાટલા અને ઇસની પરસ્પર ઘટનાના ન્યાયથી આ લીલાવતી રાણી પણ દોષ રહિત જ જણાય છે, પરંતુ તેના વરની શાંતિને ૧ ખાટલા અને સે। પરસ્પર મળે છે તેાપણુ તમાં જેમ કાંઇ પણ દોષ નથી તેમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy