________________
R
[ ૧૨૭] લાખ એકાણું શિવ વર્યા, નારણું અણગાર નામ નો તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. ૧૯ (૮) શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિમહિમા વિલાસ; ઈંદ્રની આગે વર્ણવ્ય, તેણે એ ઇંદ્રપ્રકાશ. ૨૦ (૯) દશ કેટી અણુવ્રતધરા, ભકતે જમાડે સાર; જૈન તીર્થયાત્રા કરે, લાભ તણે નહિ પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન. ર૨ (૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વતે, રહેશે કાળ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. ૨૩(૧૧) ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર, યાત્રા કરતા કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪ જે પરહારો લંપટી, ચેરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચારણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તેણે દૃઢશક્તિ નામ. ૨૬ (૧૨) ભવભય પામી નીકળ્યા, થાવાસુત જેહ; સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ ૨૭ (૧૩) ચંદા સૂરજ બેઉ જણે, ઊભા ઈણે ગિરિ શંગ; વધાવીયે વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ. ૨૮ (૧૪
L
7.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org