________________
Disa
•
[ ૮૪ ] તેને શિલાલેખ દીવાલ પર લગાવેલ છે. તેમાં અદભુત આદિનાથ લખેલ છે. મન મુગ્ધ કરે તેવી આશ્ચર્યકારી આ રમ્ય પ્રતિમા છે. જૂની ચિત્યપરિપાટીએમાં સવયંભૂ આદિનાથ અને અદ્દભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ થાય છે. વિધિવિધાનથી તેને પૂજનીય બનાવી છે.
કેટલાક અણસમજુ લેકે આને ભીમનું મંદિર કહેતા હતા પણ મુનીમ ગિરધરલાલ બાબુના સમયમાં પ્રતિમાની પ્રક્ષાલપૂજા અને નવે અંગની પૂજા કરવાને દિવસ દાદાની પ્રતિષ્ઠાને હૈ. વ. ૬ને દિવસ નક્કી કર્યો, તેથી જે અજ્ઞાનતા હતી તે દૂર કરી. આથી છે. વ. ૬ ના દિવસે પ્રક્ષાલ, પૂજા અને અંગરચના થાય છે.
અહીંના રંગમંડપમાં ઊભા રહીને દાદાના દહેરાસર તરફ જોઈએ તે મનને આનંદ પમાડે તેવી મંદિરની સુંદરતા દેખાય છે.
૨૧. બાલાવસહી અકબદજી (અદ્ભુત આદિનાથ)ની ટૂંકથી બહાર નીકળીને પગથીયા ઉતરીએ ત્યારે બાલાવસહી આવે છે. આ ટૂંક ઘોઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ સં. ૧૮૯૩ માં બંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઈ હતું. તેથી આ ટૂંકને બાલાભાઈની ટૂંક અગર બાલાવસહી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org