________________
હાલના સંપ્રદાયે પ્ર. ૫ જ, ફક્ત સમાધાનની ઇચ્છા જોઈએ. પણ પિતાના મતને એકાંતથી પકડી રાખવાનો આગ્રહ ન જોઈએ.
મતાગ્રહથી કેઇકાળે મિક્ષ નથી પણ મતાગ્રહથી ભવબ્રમણને વધારે જ છે.
એટલું જે સ્થાનકવાસીઓ તેમ જ મૂર્તિપૂજકે ધ્યાનમાં રાખે તે વિધને ઠેકાણે એકતા આવીને ઉભી રહે તેમાં જરાય સંશય નથી.'
સમન્વય ખરું કહીએ તે આ એક નજીવો વિરોધ છે. તે વિરોધ ટળે અને બન્ને વચ્ચે સંતોષકારક સમાધાન થાય તેવી અભિલાષાથી, હું મારી અલ્પમતિ પ્રમાણે સમન્વય માટે નીચે પ્રમાણેની મારી સૂચના બને પક્ષની વિચારણા માટે મૂકું છું.
મુહપત્તિને ઉદ્દેશ બોલતી વખતે વાયુકાય જીવોની રક્ષા કરવાને છે. એટલે કે મુહપત્તિ એ અહિંસા પાલનની તાલિમ માટે છે અથવા તે યતને જાળવવાની તાલિમ માટે છે.
જેમ મુહપત્તિ માટે ત્રણ જાતની માન્યતા છે તેમ તેના સમન્વય માટે પણ ત્રણ વિભાગ પાડી શકાય. મુહપત્તિ એ એક આચાર ધર્મ છે અથવા તે વ્યવહાર છે. જુદી જુદી કક્ષાના બધા મુનિઓ માટે એકસરખે કડક નિયમ હોઈ શકે નહિ કારણ કે બધા મુનિઓ એકસરખી કક્ષાના હોતા નથી પણ જુદી જુદી કક્ષાના હોય છે. એમ તે દરેક મુનિની કક્ષા જુદી કહી શકાય પણ સમુચ્ચય રીતે તે કક્ષાના ત્રણ વિભાગ પાડી શકાય. તે નીચે પ્રમાણે (૧) જેઓ ઉપયોગ જાળવવા અને યતના પાળી શકવા અશક્ત
હોય તેમણે અહોરાત્ર કાયમ મુહપત્તિ મુખ પર બાંધી રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org