________________
૫૪
મૂળ જેન ધર્મ અને
કે એણે અંગ, મગધ, વજજ, કાશી અને કોશલ દેશમાં પચાસ વર્ષ સુધી વિહરીને ધર્મપ્રચાર કર્યો હતો. બુદ્ધના યુગમાં બૌદ્ધ શાસ્ત્રમાં એ જૈન સાધ્વીની જે પ્રશંસા કરવામાં આવી છે તે બતાવી આપે છે કે સાવી સ્ત્રી પણ કેવું ઉત્તમ કામ
કરી શકે છે. ૧૨. શ્રી વિજયસેન સરિકૃત “સેન પ્રશ્ન” પુસ્તકમાં પંડિત કીર્તિવિજ્યજી.
ગણીકૃત પ્રશ્નમાં એવો પાઠ છે કે ગુરુઓના ઉપદેશથી જેટલા જી સિદ્ધ થાય છે તે કરતાં સાધ્વીઓના ઉપદેશથી
પ્રતિબંધિત પામેલા જીવો સંખ્યાત ગુણા સિદ્ધ થાય છે. ૧૩. તીર્થકરોના સમયમાં સાધુ કરતાં સાધ્વીની સંખ્યા વિશેષ બતાવેલ
છે. આજે પણ સાધુ કરતાં સાધ્વીની સંખ્યા વિશેષ છે એમ કહેવામાં આવે છે. જે સાધ્વીઓ વિશેષ પ્રમાણમાં ધર્મારાધન કરે છે અને વિશેષ જીવોને ધર્મ પમાડી શકે છે તેને સાધુથી હલકી ગણવી તેમાં અભિમાન કે મિથ્યાત્વ સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
સરકર્તાના નામમાં ગોટાળે સગર્તાના નામ સંબંધી પણ ગેળો પ્રવર્તે છે. વેતાંબરની માન્યતા એવી છે કે હાલના ઉપધબ્ધ સત્ર મૂળ સુધર્માસ્વામીના રચેલા છે. ત્યારે દિગંબરો એમ માને છે કે તેમનું મૃત પરંપરાથી ગૌતમસ્વામી તરફથી મળેલું છે.
વિક્રમની બીજી સદીમાં વેતાંબર દિગબર જુદા પડ્યા ત્યાં સુધી જૈન સંધ એક જ હતો અને ત્યારે સત્રો પણ એક જ દ્વાદશાંગી હતા. તે વખતે બે દ્વાદશાંગી અસ્તિત્વમાં હતી એ કોઈ પણ ઉલ્લેખ કોઈ પણ સંપ્રદાયમાં નથી.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે–હાલના ઉપલબ્ધ સૂત્રે મૂળ કોનાં રચેલાં છે અથવા શ્વેતાંબર દિગંબર એ બેમાંથી કોની માન્યા સાચી છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org