________________
મૂળ જેન ધર્મ અને તેનું વિવેચન માત્ર જ નથી પણ તેની અંદર વે. માન્યતા મુજબ કરેલા અનેક ઉમેરો અને ફેરફારે સહિતનું છે.
દરેક “આગમવાચના” વખતે સુ વ્યવસ્થિત કર્યા એમ કહ્યું છે. તેમાં વ્યવસ્થિત શબ્દ ખાસ અર્થમાં વપરાયેલા છે. સામાન્ય કરતાં તેમાં વિશેષ અર્થ રહેલો છે. મૂળ તથા વિવેચન ઉપરાંત તેમાં વેતાંબર માન્યતા મુજબના ઉમરા અને ફેરફારોને એવી સુંદર રીતે ગોઠવીને વ્યવસ્થિત કર્યા છે કે વાંચના તે સર્વને મૂળ જેવું જ સમજી લીએ, બધું ભગવાને પ્રરૂપ્યું છે એમ જ માની લીએ, એટલે કે –
વ્યવસ્થિત શબ્દનો અર્થ એમ થાય છે કે-મૂળ, વિવેચન તથા નવા કરેલા ઉમેરો અને ફેરફારે એ સર્વને સુંદર રીતે શેઠવીને ભગવાનના નામે ચડાવી દેવાની કળા,
આ બધા ઉમેરાએ, ફેરફાર આચાર સંબંધીના છે. પરંતુ નવતત્વ, છ દ્રવ્ય, પંચાસ્તિકાય, ગુણસ્થાન વગેરે સર્વ તાવિક બાબતે જેમની તેમ છે.
અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે હાલના સૂત્રશાસ્ત્રોમાં જે કંઇ ફેરફારે, ઉમેરાઓ થયા છે તે સર્વ ખેટા છે અથવા અમાન્ય છે એમ કહેવાને હેતુ નથી પણ તે સર્વ ફેરફારે ભગવાનના નામે ચડાવાયા છે તે ખોટી રીત સામે વાંધો છે. કારણ કે જે વસ્તુ ભગવાને કહી નથી તે વસ્તુ ભગવાનના નામે સૂત્રમાં ઉમેરવી તેથી અનંત સંસાર વધારવા જેવું થાય છે.
નવા ફેરફાર, ઉમેરા કે નવા નિયમે હાલના સંજોગો માટે અનુકૂળ હેય અને ઉપાદેય હેય તેને માન્ય ગણવામાં વાંધો નથી. પરંતુ એ સર્વ મૂળથી, ભગવાનના વખતથી ચાલ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org