________________
હાલના સંપ્રદાયે પ્ર. ૩
નથી. પરંતુ તેની પહેલાં પણ આગળ લખાતા હતા અને કારણોગથી સાધુઓ તે પુસ્તકો પિતાની પાસે રાખતા હતા.
છતાં પણ જ્યાં સુધી યાદ શક્તિ સારી હતી ત્યાં સુધી વિશેષ કરીને સાધુઓ સર્વ શ્રત મુખપાઠ રાખતા હતા અને જરૂર પળે પુસ્તકને ઉપયોગ કરતા હતા.
આ પ્રમાણે સુશાસ્ત્રો પહેલેથી આજસુધી કેવી રીતે જાળવી રાખવામાં આવ્યા તેને ઈતિહાસ છે.
હવે દિગંબરે મૂળ સૂત્રે જળવાયા નથી તેનાં કારણે આપે છે તે અને ભવેતાંબરે તેનું સમાધાન કરે છે તે જોઈએ.
મૂળસૂત્રે જળવાયા નથી તે માટે
દિગંબરેનાં કારણે ૧. દિગંબરે પહેલું કારણ એમ કહે છે કે અંગસૂત્રોને મૂળમાં જેટલો વિસ્તાર હતો તેટલો નથી. કાળપ્રભાવે કેટલુંક ભૂલાઈ ગયું હોય તે સંભવિત છે. પરંતુ હાલના સૂત્રમાં ક્યાંય કાંઈપણ ખંડિત થયું હોય એમ દેખાતું નથી. બધા સૂત્રોમાં પહેલીથી છેલ્લે સુધી એકસરખો સંબંધ જળવાઈ રહેલો દેખાય છે તો તેને કોઈ ભાગ ખંડિત થયો હતે એમ કેમ માની શકાય ?
વેતાંબરનું સમાધાન–ઉપર આપેલા ઇતિહાસ ઉપરથી જોઈ શકાય છે કે મૂળ જેટલું જેટલું યાદ હતું તે દરેક વખતે યાદ કરીને તેને વ્યવસ્થિત રૂપે એટલે સંબંધ જાળવીને ગોઠવી દેવામાં આવ્યું હતું. કારણકે નહિતર પઠન પાઠનમાં બહુ અડચણ પડે તેથી સર્વ શાસ્ત્રોને દરેક વખતે સંબંધ પ્રમાણે ગોઠવીને લખાયા હતા.
તેથી દિગબરની એ દલીલ ટકી શકતી નથી.
૨, દિગંબરાની બીજી દલીલ એ છે કે–પદોની સંખ્યા મૂળ પ્રમાણે મળતી નથી જે કે મૂત્રમાં સળંગ નંબર સંખ્યા દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org