________________
હાલના સંપ્રદાયે પ્ર. ૩
૩૭.
આ બને વાચનાના વારસાવાળા આચાર્યોના વખતમાં વળી પાછે બાર વર્ષને ભારે દુકાળ પડ્યો. તેથી થોડું જીર્ણશીર્ણ રહેલું શ્રત પણ છિન્નભિન્ન થઈ ગયું. તેથી સુકાળ થતાં તેમણે વીર સંવત ૮૮૦માં વલ્લભીમાં (વળામાં મોટું મુનિ સંમેલન મેળવ્યું અને તે સંમેલનની રૂબરૂમાં બને વાચનાના પાઠને તપાસી એક ચોકકસ પાઠ તૈયાર કર્યો. તે વખતે બન્ને વાચનાઓના સિદ્ધાંતના પરસ્પર સમન્વય કરવામાં આવ્યા. અને બની શકો તેટલો ભેદભાવ મટાડીને એકરૂપ કરવામાં આવ્યા.
અને જે જે મહત્વપૂર્ણ ભેદ રહ્યા તેને પાઠાંતરના રૂપમાં ટીકા ચૂર્ણાઓમાં સંગ્રહીત કરવામાં આવ્યા. કેટલાક પ્રકીર્ણ ગ્રંથે ફક્ત એક જ વાચનામાં હતા તેને પ્રમાણ માની લીધા.
એ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી આચાર્ય સ્કંદિલની માથરી વાચના અનુસાર સર્વ સિદ્ધાંત લખવામાં આવ્યા. જ્યાં જ્યાં નાગાર્જુન વાચનાનો મતભેદ કે પાઠભેદ હતો ત્યાં તે ટીકામાં લખી લેવામાં આવ્યો. પણ જે પાઠાંતરે નાગાર્જુની અનુયાયીઓ કોઈ રીતે છોડી દેવા તયાર નહાતા તેને મૂળ સૂત્રમાં પણ વાયવંતરે પુન એવા શબ્દોની સાથે તેને ઉલ્લેખ કરવામાં આવ્યા. ' લખવાની સરળતા માટે ફરી ફરી આવતા પાઠોને પૂર્વે લખેલ
સ્થાનની સાક્ષી આપી ટુંકાવી દીધા છે. આ પ્રમાણે અભ્યાસ કરવામાં સુગમતા રહે એવી રીતે શંખલાબદ્ધ સર્વ આગમ ગ્રંથો લખાયા.
આ રીતે બને વાચનાઓમાં લખેલા સિદ્ધાંત ઉપરાંત જે જે ગ્રંથ પ્રકરણે હતા તે સર્વને લખાવીને સુરક્ષિત કરવામાં આવ્યા. આ પ્રમાણે દેવદ્ધિગણિ બધા આગમ ગ્રંથ પ્રકરણના સંપાદક બન્યા. આ વખતે શ્રી દેવદ્ધિગણિએ નંદીસૂત્ર રચ્યું.
સૂત્રે જ્યારથી લખાવા માંડયા? સર્વ શ્વેતાંબર સંપ્રદાયમાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે આગમશા શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના વખતમાં જ વીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org