________________
૩૦
મૂળ જૈન ધર્મ અને
ઘણું સિદ્ધાંત નષ્ટપ્રાયઃ થઈ ગયા હતા એમ સમજીને મહારાજ મહામેઘવાહન ભિખુરાય ખારવેલે જૈન સિદ્ધાંતના સંગ્રહ અને જૈન ધર્મને વિસ્તાર કરવા માટે શ્રમણ નિર્ચ થ અને નિગ્રંથિનીઓની એક સભા કુમારી પર્વત નામના તીર્થ ઉપર મેળવી હતી.
તેમાં આર્ય મહાગિરિની પરંપરાના બલિરૂહ, દેવાચાર્ય ધર્મસેનાચાર્ય, નક્ષત્રાચાર્ય આદિ ૨૦૦ જિનકલ્પની તુલના કરવાવાળા જિનકલપી સાધુ, આર્ય સુસ્થિત, આર્ય સુપ્રતિબદ્ધ, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વગેરે ૩૦૦ ત્રણસો સ્થવિરકલપી નિર્ચ થી આવ્યા હતા. તથા પણ આદિ ૩૦૦ ત્રણસો નિર્ચ યિણ સાધ્વીઓ પણ એકત્ર થઈ હતી.
મહારાજા ભિખુરાય ખારવેલ, સવંદ, ચૂર્ણક વગેરે ૭૦૦ સાતસો શ્રમણોપાસક તથા ભિખુરાયની રાણી પૂર્ણમિત્રા આદિ સાત શ્રાવિકાઓ પણ તે સભામાં ઉપસ્થિત હતી.
પુત્ર, પૌત્ર, રાણુઓ વગેરે પરિવારથી સુશોભિત મહારાજા ભિખુરાય ખારવેલે નિગ્રંથ નિર્ચ થિણીઓને નમસ્કાર કરીને કહ્યું છે. મહાનુભવો ! હવે આ૫ તીર્થકર ભગવાન વદ્ધમાન સ્વામીના પ્રરૂપિત જૈન ધર્મની ઉન્નતિ તથા વિસ્તાર કરવા માટે સર્વ શક્તિથી ઉધમવંત થાઓ.
મહારાજા ભિખુરાય ખારવેલના ઉપયુંકત પ્રસ્તાવ પર સર્વ નિગ્રંથ નિથિણીઓએ પિતાની સંમતિ પ્રગટ કરી અને ભિખુરાય પૂજિત સન્માનિત નિગ્રંથ નિર્ચ થિણીઓ મગધ, મથુરા, વંગ આદિ દેશોમાં તીર્થંકર પ્રણીત ધમની ઉન્નતિને માટે ચાલી નીકળ્યા.
તે પછી ભિખુરાયે કુમારગિરિ તથા કુમારીગિરિ નામના પર્વતો ઉપર જિન પ્રતિમાઓથી સુશોભિત અનેક ગુફાઓ બનાવરાવી. ત્યાં જિનકપીની તુલના કરવાવાળા નિગ્રંથો વર્ષાકાળમાં કુમારી પર્વતની ગુફાઓમાં રહેતા. અને જેઓ સ્થવિર કલ્પી નિગ્રંથ હતા. તે કુમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org