________________
ર૭
હાલના સંપ્રદાય પ્ર. ૩
સ્થૂળભદ્ર–એ તે મેં તમને શ્રુતજ્ઞાનની અદ્ધિ બતાવી હતી.
બહેને વિદાય કરીને સ્થૂળભદ્ર આચાર્યશ્રી પાસે વાચના લેવા આવ્યા ત્યારે ભદ્રબાહુએ કહ્યું–હે અણગાર! તું જેટલું શિખે છે. તેટલું જ બસ છે. હવે તારે વધુ શિખવાની જરૂર નથી.
ગુરુનાં વચન સાંભળીને શૂળભદ્રને તરત પિતાની ભૂલને ખ્યાલ આવ્યો. તેને બહુ પસ્તાવો થયો અને ગુરુના ચરણોમાં નમીને વંદન કરીને પોતાના અપરાધની માફી માગતા કહ્યું–પૂજ્ય ક્ષમાશ્રમણ !
આ મારી પહેલી જ ભૂલ છે. કૃપા કરી ક્ષમા કરે. બાકીના પૂર્વ વિચ્છેદ જાય તેમ છે. તે ભવિષ્યના મહત્તર વિરે કહેશે કે સ્થૂળભદ્ર શ્રતમદ કર્યો તેથી શેષ પૂર્વને નાશ થયો.
ગચ્છના સર્વ સાધુઓએ પણ ભદ્રબાહુ સ્વામીને પ્રાર્થના કરી કે–ચૂળભદ્રને વાચા આપવાની કૃપા કરો. તે હવે ફરીથી અપરાધ ન કરવાની પ્રતિજ્ઞાની સાથે ક્ષમા માગે છે.
ભદ્રબાહુ –શ્રમણ ! તમે હવે આ બાબતમાં વિશેષ આગ્રહ ન કરો. હું વાચના દેવાની ને શા માટે પાડું છું તેનું કારણ સાંભળે–
ચૂળભદ્રના અપરાધના કારણથી નહિ પણ ભવિષ્યનો વિચાર કરીને બાકીના પૂર્વ પ્રચાર કરવાનું બંધ કરું છું. જુઓ. રાજકુળ જેવા શકટાલ મંત્રીના ખાનદાન કુળમાં જન્મેલા હોવા છતાં સ્થૂળભદ્ર જેવા ગંભીર પુરુષ કે જેણે બાર વર્ષની સંગિની કોશાના પ્રેમને ક્ષણભરમાં ત્યાગ કરી દીધો અને નંદ રાજાએ આપેલા મંત્રીપદને છેડીને વિરક્તભાવથી દીક્ષા ગ્રહણ કરી એવા સ્થૂળભદ્ર પણ કૃતજ્ઞાનને દુરૂપયેગ કરવામાં તત્પર થઈ ગયા તે બીજાની તો વાત જ શું કરવી ?
શ્રમણ ! દિવસે દિવસે સમય નાજુક આવતો જાય છે. મનુષ્યની માનસિક શક્તિઓને પ્રતિસમય હાસ થઈ રહ્યો છે. તેની ક્ષમતા અને ગંભીરતા નષ્ટ થતી જાય છે. એવી દશામાં પૂર્વને પ્રચાર કરવામાં હું કુશળ જોઈ શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org