________________
૪૯૪
મૂળ જૈન ધર્મ અને સ્થાનકવાસી દેરાવાસીની ભૂલ
સમજાવતું દૃષ્ટાંત
હીરાલાલ અને મોતીલાલ નામે બે શેઠ હતા. તેઓ સરળ અને ભદ્રિક હૃદયના હતા. એક વખતે મોતીલાલે હીરાલાલ પાસેથી ૧૦૦૦ રૂા. ઉધારે લીધા. લેનારે કે દેનારે ચોપડાને પાને રૂા. એક હજાર લખ્યા પણ અંકે લખ્યા નહિ. તેમજ ખત, પત્ર કે સહી વિગેરે કાંઈ પણ કર્યું નહિ; કારણ કે બંનેના હૃદય નિષ્પાપી અને સરલ હતા.
થોડા વખત પછી બંને શેઠ મરણ પામ્યા એટલે પાછળથી હીરાલાલના પુત્ર મેહનલાલે પોતાનાં ચોપડામાં મોતીલાલના નામે રૂા. એક હજાર જોઈ, એક હજારની સંખ્યા ઉપર એક મીંડું વધારે ચડાવી. રૂા. દશ હજાર મેતીલાલના પુત્ર માણેકલાલ પાસે માગ્યા.
માણેકલાલે તેને કહ્યું કે–ચોપડા તપાસી રકમ નીકળશે તે અવશ્ય આપીશ.”
તપાસ કરતાં પિતાના ચોપડામાં રૂ. એક હજારની રકમ જોઈ માણેકલાલ વિચારમાં પડે કે-“આમાં સાચું શું? મોહનના ચોપડામાં રૂ. ૧૦ હજારની રકમ લેણું નીકળે છે અને મારા ચોપડામાં રૂા. એક હજારની રકમ દેણું નીકળે છે. આમાં ભૂલ કોની ? મારા કે તેના બાપની ભૂલ ? કે હીરાલાલે જાણું જોઈને એક મીંડું વધાર્યું હશે ? કે ભૂલ થઈ હશે? મારા પિતા એક મીંડું લખતાં ભૂલી ગયા હશે ? કે જાણું જોઈ એછું લખ્યું હશે? અથવા અમારા બંનેના પિતા મરણ પામ્યા પછી હીરાલાલના પુત્ર મોહને એક મીડું વધાર્યું હશે? બાપ બંનેના મરણ પામ્યા છે. હવે મસાણે પૂછીને ખુલાસો મળે તેમ છે નહિ, ત્યારે સાચું કોણ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org