________________
પ્રકરણ સત્તાવીસમું
પૂજા
લેખક : મુનિશ્રી જયવિજયજી મહારાજ
*
પૂજાને અ
શૂન્યતે કૃતિ પૂજ્ઞા જેનાથી પવિત્ર થવાય તેને પૂજા કહે છે.
સામાયિક, પ્રતિક્રમણાદિક શુભ ક્રિયાઓથી વૃત્તિએ સ્થિર ન થતી હાય, તેને જ્ઞાની પૂજાની પ્રવૃત્તિ તરફ દોરે છે. સામાન્ય કાઈ પદાર્થ ઉપર ત્રાટક કરી યાગની સ્થિરતાપૂર્વક ધ્યાન કરવાથી વૃત્તિએ સ્થિર ચાય છે, પણ ભાવના જાગ્રત થતી નથી, તેથી ઇષ્ટદેવની પ્રતિમાને આકાર દૃષ્ટિ સન્મુખ રાખી ધ્યાન કરવા માટે પ્રભુપૂજા એ સાધન છે,
પ્રભુ પ્રતિમા પાસે નમસ્કાર તથા સ્તવના અને પ્રભુની પૂજ કરી આસનસ્થિરતા, દૃષ્ટિસ્થિરતા તથા માનસિક સ્થિરતા કરી પ્રભુના આત્મિક ગુણાને અંતરમાં પ્રગટ કરવાથી હૃદય પવિત્ર થાય તેને પૂજા કહે છે.
સ્થિરતા વિનાનું પૂજન અંતર્ પવિત્ર કરનાર થઇ શકતું નથી. મંદિરમાં જઈ ધમાધમ કરતાં પ્રતિમાને પાંચ પચીશ તિલક કરવાનુ નામ પૂજા નથી પણ પ્રવૃત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org