________________
४८०
મૂળ જૈન ધર્મ અને મેક્ષ સુખની નિકટતા આદિ ન થતું હોય. તે વગેરે ફાયદાઓને કોઈથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી.
પ્રશ્ન ૨૦ –આનંદ આદિ શ્રાવકે એ જિન મંદિર કરાવ્યાને પાઠ કયા સત્રમાં છે ?
ઉત્તર–આનંદ આદિ શ્રાવકનાં મૂર્તિ વંદનને પાઠ શ્રી ઉપાસક દશાંગ સત્રમાં છે. તે સૂત્રની હકીકત વિષે શ્રી નંદી સૂત્રમાં તથા સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે –
उवासकदसासु णं उवासगाणं नगराणि उज्जनति चेइयाइ वणखंडाई राया अम्मापियरो समोसरणाई धम्णायरिया धम्माकहाई परलोगाई इढि विशेसो.
ભાવાર્થ–શ્રી ઉપાસકશાંગ સૂત્રમાં શ્રાવકોનાં નગર, ઉદ્યાન, ચૈત્ય (જિનમદિર), વનખડ, રાજા, માતા, પિતા, સમેસરણ આદિક ધર્માચાર્ય, ધર્મકથા, પરલોક આદિ તથા ઋદ્ધિ વિશેષ વર્ણવેલ છે.
એ રીતે કરેલા શ્રાવકોના જિન મંદિરમાં આનંદ આદિ શ્રાવકોનાં દેહરાં પણ આવી ગયાં. શ્રાવકોને વાતે જિન મંદિર બનાવવાની આજ્ઞા ન હોત તો તેનું વર્ણન અત્રે શા માટે આવત ?
પ્રશ્ન ૨૧–દેવે તે પિતાની છત આચાર સમજી પૂજા કરે તેમાં પુણ્ય કેમ હોય?
ઉત્તર–પહેલાં જીત આચાર કોને કહેવાય તે સમજવું જોઈએ.
છત એટલે અવશ્ય કરવા યોગ્ય એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્યને જીત આચાર કહેવાય.
જેમકે શ્રાવકને જીત વ્યવહાર રાત્રી ભજનને ત્યાગ, અભઅનંત કાયને ત્યાગ, સામાયિક આદિ ક્રિયાનું કરવું એ વગેરે છે તેથી પુણ્ય બંધાય કે નહિ? જે કહેશે કે “જરૂર બંધાય”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org