________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૭૫ એમ કહ્યું છે પણ “મૂર્તિ આયતન” કે “પ્રતિમા આયતન” કહ્યું નથી. તેથી પણ શ્રી સિદ્ધ સમાન છે એમ સાબિત થાય છે.
વળી શ્રી રાય પણ, દશાશ્રુત સ્કંધ, ઉવવાઈ સૂવ આદિ ઘણા સૂત્રમાં ભાવ તીર્થકરોને વંદના કરવા જતી વખતે શ્રાવકોના અધિકારે કહ્યું છે કે–વયં વૈર્ય qgવાલામિ એટલે દેવસ્વરૂપ ચૈત્યસ્વરૂપ (પ્રતિમા સ્વરૂપ)ની પર્યું પાસના કરું છું. ઇત્યાદિ અનેક સ્થળોએ ભાવ તીર્થકર તથા સ્થાપના તીર્થકરની એક સરખી પર્યું પાસના કરવાને પાઠ છે. તેથી બંનેમાં કાંઈ ફરક નથી.
ભાવ કે સ્થાપના બેમાંથી ગમે તેની ભક્તિ અને પૂજા જેવા જેવા ભાવથી કરવામાં આપે છે તે તે પ્રમાણે એક સરખું ફળ મળે છે.
શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના પૂજનના અધિકારે જિન મંદિરને “જિનગૃહ” કહ્યું છે પણ “મૂતિગૃહ” કહ્યું નથી. તેથી પણ જિનમૂર્તિને જ જિનની ઉપમા ઘટે છે, નહિ કે સાધુને.
સાધુ વસ્ત્ર, પાત્ર, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણોએ સહિત છે ત્યારે ભગવાનને તેમાંનું કશું નથી. ભગવાન અતિશયોએ સહિત હોય છે. સાધુને એમાંનું કશું હોતું નથી. તે પછી સાધુ એવો વીતરાગની બરાબરી કેવી રીતે કરી શકે ?
પર્યકાસને રહેલી સૌમ્ય દૃષ્ટિવાળી વીતરાગ અવસ્થાની પ્રતિમા તે શ્રી અરિહંત ભગવાન તુલ્ય છે. વીતરાગને નમૂને વીતરાગની મૂર્તિને કહેવાય પણ સાધુને કહેવાય નહિ. સાધુના નમૂનાને જ સાધુ કહેવાય.
શ્રી અંતગડ દશા સૂત્રમાં કહ્યું છે કે –હરિણગમેલી દેવની પ્રતિમાને આરાધવાથી તે દેવ આરાધ્ય થયો. તેમ શ્રી વીતરાગની મૂતિને આરાધવાથી શ્રી વીતરાગદેવ આરાધ્ય થાય છે,
પ્રશ્ન ૧૭-જિનપ્રતિમાને જેવાથી કે પૂજવાથી કેઈને. જ્ઞાન ઉત્પન્ન થયાનું સાંભળ્યું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org