________________
૪૫૬
મૂળ જૈન ધર્મ અને
તે જ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિર્જરાનું કારણ છે. છતાં તેમને દુઃખ દેવાથી, તેમનું બુરું ચિંતવવાથી તથા તેમની નિંદા આદિ કરવાથી જીવ અશુભ કર્મને આસ્રવ કરે છે. પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનિકપણું નષ્ટ થઈ જતું નથી.
સાક્ષાત શ્રી ભગવાન મહાવીર દેવને જોઈને પણ સંગમ દેવ અને ગેવાળીઓ વગેરેને માઠા ભાવ થયા. તેમાં તેઓને અશુભ ભાવ છે. એક કવિએ કહ્યું છે કે
पत्र नैव करीरविटपे, दोषो वसंतस्य किम् ठल्लको न विलोक्यते यदि दिवा सूर्यस्य कि दूषणम् । वर्षां नैव पतन्ति चातक मुखे, मेघस्य कि दूषणम् यद भाग्यं विधिना ललाट लिखितं, देवस्य कि दूषणम् ॥
અર્થ કરીરના ઝાડ ઉપર પાંદડાં ન આવે તેમાં વસંત ઋતુને શો દોષ? ઘુવડ પક્ષીને દિવસે ન દેખાય તેમાં સૂર્યને શો અપરાધ ? જળની ધારા ચાતક પક્ષીના મુખમાં નથી પડતી તેમાં મેઘનો શો દેષ ? અને એ જ પ્રકારે લલાટે લખાયેલ ભાગ્યાનુસાર ફળ ભોગવવું પડે તેમાં દૈવને પણ શો દેવ ગણાય ?
એ જ રીતે શ્રી દેવાધિદેવની મૂર્તિ તે શુભ ભાવનું જ કારણ છે. તથાપિ તેના દેવી, દુષ્ટ પરિણામ અને હિતભાગી જીવોને ભાવ પેદા ન થાય તે ખરેખર તેમની જ કમનશીબી છે.
સૂર્યની સામે કોઈ ધૂળ ફેકે કે સુગધી પુષ્પ ફેંકે તે તે બન્ને ફેંકનાર તરફ જ પાછા ફરે છે, અથવા વજયી દિવાલ પર કોઈ મણી કે પત્થર ફેંકે તો તે વરતુઓ ફેંકનાર તરફ જ પાછી આવે છે અથવા ચક્રવર્તી રાજાની કોઈ નિંદા કે સ્તુતિ કરે તેથી તેનું કાંઈ બગડતું કે સુધરતું નથી. પણ નિંદક આત્મા પોતે જ દુઃખને પાત્ર બને છે અને સ્તુતિ કરનાર પોતે જ ઉત્તમ ફળને મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org