________________
૪૩૬
મૂળ જૈન ધર્મ અને
.6
નથી તે, “ હે પ્રભુ, મને શાંતિ આપે।” એવી જાતના શખ્વાથી ભક્તિ શા માટે કરવામાં આવે છે?
પ્રશ્ન બરાબર છે. સૈદ્ધાંતિક રીતે એવી પ્રાર્થનાના કશે। અર્થ નથી, પ્રાર્થનાના એ શબ્દોના સત્યાર્થ માની લઈને પ્રભુ શાંતિ કે અશાંતિ અથવા સુખ કે દુઃખ આપવાવાળા માની લેવા એ ભ્રમ છે, પરતત્રતા પુરુષા હીનતા છે, સ્વપર ભેદથી અનભિજ્ઞતા છે.
એમ સમજવાવાળા સાચા દેવને આદશ રૂપથી સ્વીકારી લીએ તેા પણ તેમને શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી કારણ કે— “ દેવ મારા ઉપર પ્રસન્ન થઈને મારૂં પ્રત્યેાજન સિદ્ધ કરી દેશે. મારે પેાતાને તે કાંઈ કરવું નહિ પડે. ” એવે અભિપ્રાય રાખવાના કારણથી એ ઉપરાત પ્રકારે પોતાના જીવનમાં કંઈ વિશેષ પરિવર્તન કરવાને પ્રયત્ન કરશે નહિ અને તેથી કઈ પ્રાપ્ત કરી શકશે નિહ.
પેાતાના જ ઉદ્યમથી, પેાતાની અંદરના તેમની ઉપરના બહુમાનથી ઉત્પન્ન થયેલી કૃતજ્ઞતા પ્રગટ કરવાને માટે અને તે ઉત્કૃષ્ટ આદર્શની સામે પોતાની હીન દશા રાખીને બન્નેમાં મહાન ફરક જોવાથી એમ જરૂર કહેવાઇ જાય છે કે—આ મહાન વિભૂતિ આપે જ પ્રદાન કરી. આપે ન દીધી હોત તે! મારા અધમથી પ્રાપ્ત કરવી અશકય હતી. વગેરે.
પેાતાની નિરભિમાનતા બતાવવા માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે આપની કૃપાથી આ કામમાં સફળતા મળી જશે. આ આપના જ બાળક છે. આ આપનું જ મકાન છે. વગેરે વગેરે.
શબ્દથી એમ કહેવા છતાં એના અથ તે શબ્દોથી સમજાય છે. તેવેા નથી થતા. એવા જ પ્રકાર ભક્તિના સંબંધમાં સમજવા. ભકિતથી, નિરભિમાનતાથી, કૃતજ્ઞતાથી શબ્દામાં ભલે પ્રભુને કર્તાહર્તા કહેવામાં આવે પણ તેને અય તેવી રીતે ગ્રહણ કરવા ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org