________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૩
ગુરુ-ભાઈ ! હું ઉપદેશ તો આપીશ પણ તેથી તને કાંઈ લાભ થશે નહિ કારણ કે હું તો બે ચાર વાકો જ કહી શકું છું. એટલે તેનું રહસ્ય તું સમજી શકીશ નહિ. એવો ઉપદેશ તે તે આગળ પણ સાંભળે છે પણ ઉપદેશ સાંભળવા માત્રથી કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ જતું નથી. માટે તું પ્રખ્યાત શેઠ શાંતિસ્વરૂપ પાસે જા અને તેમની પાસે રહીને ધીરજથી ઉપદેશ સાંભળજે.
જિજ્ઞાસુ શેઠજીની દુકાને પહોંચી ગયો અને ગુરુની આજ્ઞા કહી સંભળાવી. શેઠે તેને દુકાનમાં તેમની પાસે બેસી રહેવાનું કહ્યું. શેઠ બહુ મોટા વ્યાપારી હતા. દરરોજ લાખોને વેપાર. મુનિમ ગુમાસ્તાને તે પાર નહિ,
જિજ્ઞાસુ વિચારવા લાગ્યો–ગુરુજીએ શેઠની પાસે શું સમજીને મોકલ્યો હશે તે સમજાતું નથી. અહીં શું ઉપદેશ મળશે? આ બિચારા શેઠજી પોતે જ ઉપદેશને પાત્ર છે. એ પોતે જ જંજાળમાં ફસેલા પડ્યા છે. આત્મકલ્યાણ શું એની તે તેમને ખબર પણ નહિ હોય. પરંતુ ગુરુની આજ્ઞા છે એટલે અહીં રહેવું તે જોઈશે જ. .
બે મહિના વીતી ગયા પણ શેઠે તો એક શબ્દ ય ઉપદેશને સંભળાવ્યો નહિ. જિજ્ઞાસુ તે નિરાશ થઈ ગયો પણ ગુરુજીએ ધીરજથી રહેવાનું કહ્યું હતું તેથી વખત નકામો ગુમાવાય છે એમ જાણવા છતાં પણ શેઠની પાસે રહેવાનું ચાલુ રાખ્યું. - બીજે એક મહિને વીતી ગયો ત્યાં એક દિવસ મુનિમજી બહુ જ ગભરાયેલા ગભરાયેલા શેઠજીની પાસે આવ્યા પણ ગભરાટ એટલો બધો કે મોઢામાંથી શબ્દ જ નીકળી શકે નહિ.
શેઠજીએ પૂછ્યું–કેમ ગભરાયેલા જેવા દેખાવો છે?
મુનિમે હિંમત એકઠી કરીને કહ્યું–આ તાર આવે છે. એ વહાણમાં ચાર કરોડને માલ આપણે મોકલ્યો હતો તે બધો ડૂબી ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org