________________
૪૧૩
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ વર્ણન કરાયેલું છે. દ્રવ્યનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓને જે નકામી માનવામાં આવે તે જૈન મતને લેપ જ થાય છે.
જૈન સિદ્ધાંતને માન્ય રાખનાર આત્માઓએ કવ્યાર્થિક ચાર નોને માન આપી દ્રવ્યક્રિયાને આદર કરવો યોગ્ય છે. દ્રવ્યનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓ પરિણામની ધારાને વધારનારી છે. તેથી ભાવને પરિપૂર્ણ નિશ્ચય થયા વિના પણ વ્રત પચ્ચખાણ આદિ કરાવવાની રીત જૈનશાસનમાં ચાલી રહી છે.
શ્રી અનુયાગદ્વાર સૂત્ર, ઠાણુગ સૂત્ર, ભગવતી સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્ર વગેરે સૂત્રમાં દ્રવ્યનિક્ષેપાની સિદ્ધિ કરેલી અને દ્રવ્ય વિના ભાવ કદાપિ ન સંભવે એમ સપ્રમાણુ સાબિત કરી આપ્યું છે.
ભગવાનની ભાવ અવસ્થા અતીન્દ્રિય હેઈ ઈદ્રિ અને મનને અગોચર છે. તેને ઈદ્રિય અને માનસગોચર કરવા માટે તેમના નામ, આકાર અને દ્રવ્યની ભકિત છોડીને કેવળ ભાવની ભકિત કરવી કે થવી એ અસંભવિત છે.
ભાવનિક્ષેપ જે જે નામવાળી વસ્તુમાં જે જે ક્રિયાઓ થાય છે, તે તે ક્રિયાઓમાં તે તે વસ્તુઓ વર્તે તે ભાવનિક્ષેપે છે.
જેમકે—ઉપયોગ સહિત આવશ્યક ક્રિયામાં પ્રવૃત્તિ કરી રહેલ સાધ, એ ભાવ નિક્ષેપે આવશ્યક ગણાય છે. હરેક વસ્તુનું સ્વરૂપ આ રીતે ચારે નિક્ષેપાથી જાણી શકાય છે. તેમાંથી એક પણ નિક્ષેપો જે ન માનવામાં આવે તો તે વસ્તુપણે ટકતી જ નથી.
- જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે, તેના ચારે નિક્ષેપા તેવા ભાવને જ પ્રગટ કરે છે. શત્રુભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપા શત્રુભાવને પ્રગટ કરે છે અને મિત્રભાવવાળી વસ્તુના ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org