________________
૩૯૪
મૂળ જૈન ધર્મ અને નિશ્ચય તરફ જવાનું લક્ષ્ય રાખીને વ્યવહાર ધર્મ પાળીને આત્મવિકાસ સાધતા જવું.
સ્થાનકવાસીએ એકલા ભાવનિક્ષેપાને જ માનીને એકદમ નિશ્ચયનયમાં ઉડી પડવા માગે છે એ જ તેમની ભૂલ છે. શક્તિ વિનાને માટે ભૂસકે મારતાં હાડકાં પાસળાં જ રંગાવાને અને ખાખરાં થવાને જ વખત આવે એ વ્યવહારુ વાતને તેઓ તદન વિસારી દીએ છે અથવા તે મૂર્તિને વિરોધ કરવા માટે જ સ્થાનકવાસીએએ જાણુજઈને નિશ્ચયને વળગી રહેવાને ડેળ કરીને વ્યવહારધર્મને ઉડાડી દેવાને પ્રયત્ન કર્યો છે.
વ્યવહારમાં ચારેય નિક્ષેપા આદરણય છે તે વાત મુનિશ્રીએ આ લેખમાં સૂત્ર સિદ્ધાંતના અવતરણે આપીને વિસ્તારથી સમજાવી છે તેમજ ભાવનિક્ષેપાને જ વળગી રહેવાથી સ્થાનકવાસી જૈનધર્મના એક મૂળ સિદ્ધાંત “વિનય ને છોડી દીએ છે અને અવિનયી બની જાય છે તે વાત પણ મુનિશ્રીએ સારી રીતે સમજાવી છે.
તેથી તેમને આ લેખ દરેક વાંચકે બરાબર સમજીને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે. એ લેખ વાંચ્યા પછી વ્યવહાર ધર્મમાં મૂર્તિની માન્યતા શાસ્ત્રસિદ્ધ છે તેની વાંચકને ખાત્રી થશે.
મૂર્તિ અને મૂતિની દ્રવ્યપૂજા એ બને જુદી જુદી બાબતે છે તે ભૂલવું નહિ.
–ન. ગિ. શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org