________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
૩૯૧ જેને દ્રવ્યસ્તવ પણ તેમને માટે અસંભવ હતું અને તેથી તેઓ પિતાને માટે ધર્મને દ્રવ્યહીન માર્ગ ચાહી રહ્યા હતા.
ખેદ એ વાતને છે કે આ અશંતિના મૂળની ધનવાને તથા દિવ્યસ્તવ દ્વારા પિતાને પ્રભાવક કહેવડાવનારા આચાર્યોએ પૂરે પૂરી ઉપેક્ષા કરી કારણ કે તેઓ પોતાને જ્ઞાની અને બીજાને અજ્ઞાની તથા ભૂલેલા માનતા રહ્યા. જેમ તેઓ આજે પણ માની રહ્યા છે, જે કે ધાર્મિક આડંબરે દૂર કરવાના પોકારે સદાકાળથી થતા રહ્યા છે.
સ્થાનકવાસી સંપ્રદાયના ઉભવને વિચાર કરવાવાળા કોઈ પણ લેખકે આ એતિહાસિક તથ્યને ઉહાપોહ કર્યો નથી. કે જેથી આપણે મૂળ જડની શોધ કરીને તેને નિર્મૂળ કરી શકીએ. સ્થાનકવાસી સમાજની માફક અન્ય સંપ્રદાયના સંબંધમાં પણ એતિહાસિક દ્રષ્ટિથી આત્મિયતાની સાથે વિચાર કરી શકાય. દરેક સંપ્રદાયનું દૃષ્ટિકોણ સમજીને અનેકાંત બુદ્ધિથી સમયની ભૂમિકા બનાવાય તે આજે પણ આપણે આપણને અનેકાંત, સત્ય અને અહિંસા પ્રધાન જૈનધર્મના અનુયાયી સિદ્ધ કરી શકીશું.
–નવેમ્બર ૧૯૬૦ ના “બ્રમણમાંથી સાભાર અનુવાદિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org