________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
૩૮૯
નથી. માટે જે જીવ મિથ્યાત્વમાં લપટાઈ રહેલા છે તેને જૈન ધર્મ પ્રત્યે અનુરાગ કેમ ઉત્પન્ન થાય તેને વિચાર કરે છે. પછી વિચારે છે કે મારા નીતિપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી એવું સુંદર જિન મંદિર તથા જિનબિંબ (પ્રતિમા, મૂતિ ) બનાવું કે જેથી દર્શન, પૂજા મહત્સવ આદિના પ્રભાવથી ગુણાનુરાગી મનુષ્યને બોધિ એટલે સમ્યગ દર્શનને લાભ થાય.
જિનેશ્વરસૂરિએ જિનમંદિર અને જિનમૂર્તિનું ગમે તેવા શબ્દોમાં સમર્થન કર્યું હોય તે પણ તેમણે નવા મંદિર કે જિનબિંબોની કોઈ પ્રતિષ્ઠા કરાવી નથી. તેમના શિષ્ય નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠાપિત મંદિર કે મૂર્તિ ભાગ્યે જ કયાંઈક હશે. શ્રી અભયદેવસૂરિના શિષ્ય જિનવલલભસૂરિએ વિધિચત્યના નામથી જિનમંદિર તથા જિનબિંભ બનાવરાવવા તથા પ્રતિષ્ઠા કરવાનું કામ એટલા બધા જોરથી કર્યું કે તેમની શિષ્ય પરંપરાના અનુયાયી થવાવાળા શ્રાવકોએ પાછલા સાતસો આકસે વર્ષમાં હજારે જૈનમંદિર બનાવ્યા તથા લાખો જૈનમૂ તિઓ તૈયાર કરાવી.
જૈન શ્વેતાંબર સંઘ ક્રિયા અને આચારભેદવાળા જુદા જુદા ગચ્છમાં વિભક્ત થવાથી એક બીજાની હરીફાઈમાં વિવેકને જ સંપૂર્ણ નાશ થયો.
એ કારણથી ન્યાયપાર્જિત દ્રવ્યથી દ્રવ્યસ્તવની વાત સર્વથા ભૂલાઈ ગઈ દ્રવ્યસ્તવએ નામ ચિરજીવિત રાખવાનું પરમ ઉત્કૃષ્ટ સાધન શ્રાવક તથા સાધુ બન્નેને માટે બની ગયું. તેથી મંદિર નિર્માણ, મૂર્તિનિર્માણ તથા સ્થાપન, સંઘયાત્રા આદિ પ્રમુખતાથી થતા ગયા.
અગીયારમી સદી પછીના મંદિરે અને મૂર્તિની પ્રતિષ્ઠા પ્રશસ્તિઓને આંક દઈને આ લેખને વધારવાની આવશ્યકતા નથી. એ સદીઓની સાહિત્યકૃતિઓમાં જ દ્રવ્ય સ્તવના એ સાધનોના એટલા આકર્ષક વર્ણને છે કે જાણે યમ, નિયમ, સંયમ, તપ આદિ બિલકુલ ગૌણ જ હેય. એને એક રીતે ધનને ધર્મ ઉપર વિજય કહેવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org