________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૫૩ વિશેષ સંભવ છે. વળી એ વાત વિશેષ માન્ય ગણવાનું કારણ એ પણ છે કે કાશાહના ફઈના દીકરા લખમસી પણ લીંબડીમાં હતા.
લૉકાશાહને વ્યવસાય લેકશાહના અનુયાયી યતિ ભાનચંદે તેમની પાઈમાં લખ્યું છે કે –
આઠ વરિસને લું કે થયે, સા ડુંગર પર કઈ ગયે. ૪ લખમસી પુઈને દીકરઈ દ્રવ્ય લંકાનું તેણઈ હરઉં, ઉંમર વરિસ સેળાની થઈ, ચુડા માતા સરગિં ગઈ. પ આવઈ અમદાવાદ મંઝાર,
નાણાવટીને કરઈ વ્યાપાર. લોકાશાહના પિતા લોકાશાહની આઠ વર્ષની વયે અવસાન પામેલા અને તેમની માતા તેમની સેળ વર્ષની વયે અવસાન પામ્યા. લોકાશાહની આઠ વર્ષની ઉંમરે તેમના પિતા ગુજરી જવાથી તેમની કિંમતી મિલ્કત તેમની ફઈના દીકરા લખમસીએ લઈ લીધી હતી.
સોળ વર્ષની ઉંમરે નિરાધાર થવાથી લોકાશાહ અમદાવાદ આવ્યા અને ત્યાં નાણાવટ, ધીરધારનો ધંધો કરવા લાગ્યા.
તે ઉપરાંત સર્વ પ્રાચીન લેખકોએ બતાવ્યું છે કે લોકાશાહ પાસે મોટી મૂડી તો હતી નહિ તેથી ધીરધારના ધંધામાં પૂરતું કમાવા જેવું નહિ હોય તેથી સાથે સાથે લહિયાનું કામ પણ કરતા હતા.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org