________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૫૧
ચૌદસય ખ્યાતી વઈસાખઈ, વદ ચૌદસ નામ લુંકે રાખઈ, આઠ વરિસને લુંક થયે,
સા ડુંગર પરલેકાઈ ગયે. ૪. એટલે કે લોકાશાહને જન્મ સૌરાષ્ટ્રના લીંબડી ગામમાં સં. ૧૪૮૨ ના વૈશાખ વદ ચૌદસના દિવસે થયો. તેમના માતાપિતાના નામ ડુંગરશાહ અને ચૂડાબહેન હતા. લોકશાહની આઠ વરસની ઉંમરે તેમના પિતા ડુંગરશાહ પરલોકવાસી થયા હતા.
સ્થા. મુનિશ્રી મણીલાલજીએ જૈન ઇતિહાસ અને પ્રભુવીર પટાવલી નામનું પુસ્તક લખેલું છે અને તે સ્થાનકવાસી જન કાર્યાલય, અમદાવાદ તરફથી વિ. સં. ૧૮૮૧ માં પ્રસિદ્ધ થયેલ છે. આ પુસ્તક સ્થાનકવાસી જૈન કોન્ફરન્સની તા. ૧૦-૫–૧૯૩૬ ની જનરલ વાર્ષિક બેઠકમાં અમાન્ય ઠરાવેલ છે કારણ કે તે પુસ્તકમાં ઐતિહાસિક રીતે ખોટી અને અવિશ્વસનીય હકીકતે આપવામાં આવી છે.
આ પુસ્તકમાં બીજી હકીકતોની જેમ મુનિશ્રી મણીલાલજીએ યતિ નાયકવિજયના શિષ્ય કાંતિવિજયે પાટણમાં સં. ૧૬૩૬ ની વસંત પંચમીએ લખેલું બે પાનાનું લોકાશાહનું જીવનચરિત્ર છાપેલું છે. પરંતુ આ જીવનચરિત્ર વાંચતાં જ એ બનાવટી છે એમ સૌ કોઈ સમજી શકે તેમ છે.
સં. ૧૬૩૬ માં એટલે લગભગ ચારસો વરસ પહેલાં આ જીવન ચરિત્ર લખેલું કહેવામાં આવેલ છે. પરંતુ તેની ભાષા ઉપરથી જ તે ચરિત્ર હાલના જ કોઈ માણસે લખેલું છે એમ ચક્કસ કહી શકાય છે. કારણકે ચારસો વરસની ભાષામાં અત્યારની ભાષા કરતાં ઘણો ફરક હતા. ત્યારે આ કહેવાતું ચરિત્ર તે હાલની ભાષામાં લખાયેલું છે. તેમાં ચારસો વરસની ભાષા જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org