________________
३४६
મૂળ જૈન ધર્મ અને
આ ઉપરથી સમજી શકાય છે કે ત્યાં સુધી તે લોકાગચ્છના યતિઓએ લેકશાહની પ્રરૂપણ પ્રમાણે જ સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન, આગમ વગેરે માનવાને અસ્વીકાર કર્યો હતે. પરંતુ ભાનુચંદ્રના સમયમાં લોકશાહના મૂળ સિદ્ધાંતમાં થોડે ઘણે સુધારે થયે હશે જેમકે–
સામાયિક સવાર સાંજ બે વાર થઈ શકે, પર્વના દિવસે પૈષધ થઈ શકે વ્રતધારી પ્રતિક્રમણ કરી શકે, પચ્ચખાણ વિના–આગાર જ લઈ શકાય, અસંયતિને દાન દેવાય નહિ, દ્રવ્યપૂજા નહિ, ભાવપૂજા કરવી જોઇએ તથા જૈનાગમમાં ૩૨ બત્રીશ સૂત્ર માનવા.
ભાનુચંદ્રના સમયની આ માન્યતામાં પાછળથી ઘણું સુધારા થતા ગયા છે. અને આજે નાગોરી લોંકાગ વગેરેમાં તે સર્વે પ્રવૃત્તિ મૂર્તિપૂજક જૈનોની માફક જ થતી જોવામાં આવે છે. (૫) લંકાશાહ કા સિલેકા–લેખક-લકાછીય યતિ
કેશવજી ત્રષિ
આ કેશવજી ઋષિ પિતાને શ્રીમલ્લજીના શિષ્ય તરીકે બતાવે છે. લોકાશાહની આઠમી પાટે જીવાજી ઋષિ થયા તેના એક શિષ્ય શ્રીમલજી હતા. તેના શિષ્ય કેશવજી રૂષિ હોય તો તેમનો સમય સં. ૧૬૦૦ની આસપાસને ગણાય. એટલે યતિ ભાનચંદ્ર પછી ૨૫-૩૦ વર્ષે થયેલા એમ ગણાય.
યતિ ભાનુ ચંદ્ર તથા યતિ કેશવજી બન્નેની માન્યતા એકસરખી જ છે. એટલે ત્યાં સુધી તે લોકો ઉપર કહી ધર્મક્રિયાઓમાં માનતા નહોતા.
આ સિવાય બીજા પણ ઘણું ગ્રંથો (લગભગ પચીશેક) લકા શાહના જીવન સંબંધને ઉપલબ્ધ છે. પરંતુ આ પાંચ ગ્રંથે સૌથી વિશેષ વિશ્વાસપાત્ર ગણાય કારણ કે તે સર્વ ઘણું પ્રાચીન છે. અને તેમાંથી લેકશાહના જીવનસંબધી ઘણી હકીકત મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW