________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧
મતાગ્રહી, અભિનિવેશી બનાવનાર પણ સાધુઓ જ છે. તેથી સાધુઓને પણ મારી વિનંતિ છે કે તેમણે સંપ્રદાયવાદ, મતાગ્રહ, અભિનિવેશ છેડીને સત્ય સમજવા પ્રયત્નવાન થવું અને શ્રાવકોને પણ સત્ય સમજવા પ્રેરવા અથવા સત્ય સમજાવવું.
સામાન્ય રીતે જગતમાં જ્ઞાની કરતાં અજ્ઞાનીની સંખ્યા હમેશ વિશેષ હોય છે. તેવી જ રીતે જૈનમાં આજે મોટે ભાગે સપ્રદાયવાદી હેય એ સ્વાભાવિક છે. છતાં આજે ઘણા જૈને એવા છે કે જેઓ સંપ્રદાયવાદને પાપ સમજે છે. તેમની સંખ્યા આજે ભલે પ્રમાણમાં ઓછી હોય પરંતુ તેઓ ઘણા બીજાને બિનસાંપ્રદાયિક બનાવશે એટલે ટુંક સમયમાં બિનસાંપ્રદાયિકોનું મોટું જુથ થઈ જવા સંભવ છે.
જેઓ યુગ પુરુષ ઉત્પન્ન થવાની મારી વાતને અસંભવિત માનતા હોય તેઓ તે વાત છોડીને પણ પોતપોતાના સ પ્રદાયમાં જે કઈ બેટી માન્યતા પ્રવર્તતી હોય તે સુધારવા સુધરાવવા પ્રયત્ન કરશે તો પણ બધા સંપ્રદાય એકતાની વિશેષ નજીક આવી જશે અને તેટલી ધર્મમાં વિશુદ્ધિ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org