________________
૩૦૦
મૂળ જૈન ધર્મ અને દંતકથાઓના આધાર ઉપર ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તની સમકાલીનતા માનવી એ યુક્તિસંગત નથી.
સોળ સ્વપ્ના સંબંધી કથાની નૂતનતા એની ભાષા ઉપરથી જ સિદ્ધ થઈ જાય છે. તે ઉપરાંત તેની અંદરના તથ્યથી પણ તે કપિત સાબિત થઈ જાય છે.
અહીં તે કથામાં થોડી બાબતે બતાવી છે તે ઉપરથી જ વાંચકોને વિશ્વાસ આવી જશે કે ખરેખર આ સ્વમાઓ સંબંધીની કથા એ ફકત આધુનિક કલ્પના જ છે. १ शंभूयविजयस्स सीसे जुगव्वहाणे भदबाहु नामं अणगारे 20 शहाथा
કથાકારે ભદ્રબાહુને સંભૂતિવિજયજીના શિષ્ય લખેલ છે. આ વાત જૈન ગ્રંથ પ્રમાણે સાચી નથી. ભદ્રબાહુ યશોભદ્રના શિષ્ય અને સંભૂ તિવિજ્યના ગુરુભાઈ હતા.
કથાકાર ભદ્રબાહુ પછી ઘણું લાંબા કાળે થયેલ હશે તેથી જ તેને ખબર નહિ હોવાથી એવી ઊલટી વાત લખી છે. (૨) કથામાં લખ્યું છે કે–“આજથી કોઈ રાજા દીક્ષા નહિ લીએ.”
પરંતુ આગળ ઉપર એ જ ચંદ્રગુપ્ત રાજાને કથાકારે દીક્ષા લેવડાવી છે એટલે એ “વેદવ્યાઘાત” છે.
જૈન સાહિત્યમાં આ ભવિષ્ય વાણુ ભગવાન મહાવીરના મુખથી જ પ્રકાશિત કરાવેલી છે. અભયકુમારે ભગવાન મહાવીરને પૂછવાથી ભગવાને ફરમાવેલું કે રાજા ઉદાયનની પછી કઈ મુકુટધારી રાજા ભગવાન પાસે દીક્ષા લઈ સંયમધારી નહિ થાય.
સ્વપ્નાના કથાકારે ભગવાન સાથે અભયકુમારને થયેલી વાતને ભદ્રબાહુએ કરેલા સ્વપ્નફળમાં સરકાવી દીધી છે. પરંતુ કથાકારની વાતમાં વાસ્તવિકતા નહિ હેવાથી તે અર્વાચીન કાલ્પનિક વાત છે એમ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org