________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૮
૨૭૭
આ રીતે એ લેખકના પરસ્પર વિરુદ્ધ કથનથી જ એ કથાઓનું બાહ્ય કલેવર તે સ્વયં જર્જરિત થઈ જાય છે.
સ્થાન અને સમયમાં એકમત પરંતુ સ્થાન અને સમય એ બે બાબતોમાં સર્વ લેખકો એકમત છે કે સર્વ વિક્રમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષ વીત્યે વલભી નગરીમાં વેતાંબર મતની ઉત્પત્તિ થવાનું બતાવે છે.
તે હવે આપણે જોઈશું કે એ લેખકેની એ બે વાતની ઉદ્દભવમાં કઈ આધાર છે કે નહિ,
વલભી કયારે વસી? વિક્રમની બીજી સદીના બીજા ચરણમાં વલભીમાં મત્પત્તિ બતાવવાનું નિરાધાર છે કારણકે તે સમયે વલભીનું અસ્તિત્વ હતું તેનું કોઈ પ્રમાણ નથી. વલભી કનકસેનના સમયમાં વિક્રમની ત્રીજી સદીમાં વસી હતી એ વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે.
વલભીના ઉલેખનું કારણ વલભી નગરી તથા શાંતિસૂરિ એ બને નામોના ઉલ્લેખથી સમજી શકાય છે કે આ કથાઓને સંબંધ વિક્રમની છઠી સદીના પ્રથમ ચરણમાં વલભીમાં બનેલી કોઈ ઘટનાની સાથે હોવો જોઈએ.
વીર સંવત ૮૦ (વિક્રમ સંવત ૫૧૦)માં વલભીમાં માથુર અને વાલભ્ય નામથી પ્રસિદ્ધ બે વેતાંબર જૈન સંઘનું સંમેલન થયું હતું અને બને સઘાએ બને વાચનાઓના સમન્વયપૂર્વક એકીકરણ કર્યું હતું. આ સંમેલનમાં માથુર સંઘના પ્રધાન દેવદ્ધિગણિ ક્ષમાક્ષમણુ હતા અને વાલભ્ય સંઘના પ્રમુખ કાલકાચાર્ય અને ઉપપ્રમુખ ગંધર્વ આદિ વેતાલ શાંતિ સરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org