________________
૨૭૦
મૂળ જૈન ધર્મ અને
પિતાનું આયુષ્ય અલ્પ રહેલું જાણ્યું. તેથી વિશાખાચાર્યને સંઘની સાથે આગળ વિહાર કરાવીને પોતે ચંદ્રગુપ્ત મુનિ સાથે અટવીમાં રહ્યા. અનશન કર્યું અને સમાધિ મરણ કરી સ્વર્ગે સિધાવ્યા.
ચંદ્રગુપ્તિ મુનિ ગુરુના ચરણોનું આલેખન કરી તેમની સેવા કરતા અને કાન્તાર વૃત્તિથી જીવનનિર્વાહ કરતા થકા ત્યાં રહ્યા.
વિશાખાચાર્ય સંધની સાથે ચેલ દેશમાં પહોંચ્યા.
ઉજજયિનીમાં ઘોર દુકાળ પડ્યો. એક દિવસ રામલ્ય, સ્થૂળભદ્ર આદિ આહાર કરીને વનમાં જતા હતા ત્યારે તેમનામાંથી એક મુનિ પાછળ રહી ગયા. ભિખારીઓએ તેમનું પેટ ફાડીને ભેજન કાઢીને ખાધું. આ વાત નગરમાં પહોંચતાં જ હાહાકાર મચી ગયે. શ્રાવકોએ એકત્ર થઈને મુનિમંડળને પ્રાર્થના કરી–ભગવાન ! ભારે વિષમ કાળ છે. આ સમયે આપ નગરમાં પધારે તે બહુ સારું. કારણ કે જ્ઞાનીઓને માટે વન અને નગર બંને સમાન છે.
શ્રાવકોની પ્રાર્થનાનો સ્વીકાર થયો. ત્યારે શ્રાવકોએ મહોત્સવપૂર્વક સાધુઓને નગરમાં લાવીને તેમને જ્ઞાતિના બંધન અનુસાર જુદા જુદા ઉપાશ્રયમાં ઉતાર્યા.
દર વર્ષે ભીષણ દુકાળ પડતો જ રહ્યો. ભિખારીઓની સંખ્યા વધતી જતી હતી. ભિખારીઓને ત્રાસ વધતો જતો હતો. ભિખારીઓ ઘરમાં આવવાના ભયથી ગૃહસ્થ લોકો ઘરનાં કમાડ આખો દિવસ બંધ રાખતા હતા. સાધુ આહાર માટે જતા તે રંક લોકો તેમની પાછળ
જતા, ત્યારે શ્રાવકો તેમને લાઠીથી મારીમારીને દૂર કરતા. આવી વિપત્તિથી ગભરાઈને શ્રાવકોએ સાધુઓને કહ્યું–મહારાજ, ભિખારીઓથી નાકમાં દમ આવી ગયો છે. ભિખારીઓની બીકથી અમે રસે પણ રાત્રે જ કરીએ છીએ. માટે મહેરબાની કરીને આપ પણ રાત્રે અમારે ત્યાંથી પાત્રમાં આહાર લઈ જાઓ અને દિવસના ભોજન કરતા રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org