________________
૨૬૮
મૂળ જૈન ધર્મ અને આવા જ આશયની શ્વેતાંબરની ઉત્પત્તિની કથા એ જ ગ્રંથકારે પોતાના “દર્શનસાર” નામના ગ્રંથમાં પણ લખી છે. પરંતુ ત્યાં તેમણે પિતાના અતિશય જ્ઞાનને પરિચય કરાવ્યો છે. તેમણે લખ્યું છે કે–અને એ રીતે બીન પણ આગમ દુષ્ટ મિથ્યા શાસ્ત્રોની રચના કરીને જિનચંદ્ર પિતાના આત્માને પહેલી નરકમાં સ્થાપિત કર્યો.
વામદેવની નવી વાત વિક્રમની પંદરમી કે સોળમી સદીની આસપાસમાં થયેલા દિગંબર વિધાન પં. વામદેવજીએ તેમના ભાવસંગ્રહ ગ્રંથમાં ઉપર પ્રમાણેની કથા તે આપી છે પરંતુ વિશેષમાં નીચે પ્રમાણેની એક નવી વાત પણ લખી છે. તેમણે લખ્યું છે કે
ડરેલા જિનચકે ઉપદ્રવની શાંતિ માટે આઠ આંગળ લાંબા એક ચેરસ લાકડા પર તેને સંકલ્પ કરીને પૂજન કર્યું. શ્વેત વસ્ત્ર ઉપર સ્થાપન કરીને વિધિપૂર્વક પૂજન કરવાથી એ વ્યંતરે ઉપદ્રવ કરવાની ચેષ્ટા છોડી દીધી. તે “પણું પાસન” નામના કુળદેવ થયા અને આજ પણ જળગંધ આદિથી તેની મોટી ભકિતથી પૂન કરવામાં આવે છે.
વચમાં ઉત્તમ શ્વેત વસ્ત્ર રાખીને તેનું પૂજન કર્યું તેથી તે મત લોક્માં “શ્વેતાંબર” એ નામથી પ્રસિદ્ધ થયો.
ભદ્રબાહુ ચરિત્ર પુસ્તકમાં - શ્વેતાંબરની ઉત્પત્તિની કથા વિક્રમની સત્તરમી સદીમાં થયેલા ભટ્ટારક રત્નનંદીએ “ભદ્રબાહુ ચરિત્ર” નામનો એક ગ્રંથ રચેલ છે. ગ્રંથનું નામ તે “ભદ્રબાહુ ચરિત્ર” છે પરંતુ ખરી રીતે તેની રચના વેતાંબર મતનું ખંડન કરવા માટે જ કરવામાં આવી છે, એમ સમજી શકાય છે. એ ગ્રંથમાં ઘણું વેતાંબરની ઉત્પત્તિનું વૃતાંત આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org