________________
૨૫૮
મૂળ જૈન ધર્મ અને ત્યારે ભૂતેએ એક શિષ્યની પુષ્પ વગેરેથી પૂજા કરી તેથી ધનસેનાચાર્યું તેનું નામ ભૂતબલિ રાખ્યું. અને બીજા શિષ્યની દંતપંક્તિ અસ્તવ્યસ્ત હતી તે ભૂતેએ સરખી કરી દીધી તેથી ધરસેનાચાર્યો તેનું નામ પુષ્પદંત રાખ્યું.
ધરસેનાચાર્યે નિકાભૂત નામનો ગ્રંથ રચેલો છે તે ઉપરથી વિદ્વાનોએ તેમને સમય વીર નિવાર્ણ સંવત ૬૦૦ ની આસપાસને ઠરાવેલ છે. પુષ્પદંત તથા ભૂતબલિએ તેમની પાસે અધ્યયન ક્યું એટલે તેમને સમય પણ વીર નિર્વાણ સં. ૬૦૦ પછી ગણાય.
ભૂતબલિ એ મૂળ નામ નથી પણ ભૂતોએ પૂજા કરેલ તેથી આચાર્યે તેમનું નામ ભૂતબલિ રાખ્યું હતું. એ નિશ્ચિત વાત છે.
દિગંબર ગ્રંથ શ્રતાવતારને કલોક ૧૨૮ તથા ૧૩૪ થી ૧૪૪ પ્રમાણે દિગંબરના મૂળ નાયક આચાર્ય શિવભૂતિના ચાર નામ બતાવેલા છે તે આ પ્રમાણે–(૧) શિવગુપ્ત, (૨) શિવદત્ત, (૩) ભૂતમતિ અને (૪) ભૂતબલિ.
શિવભૂતિએ જૈન સંઘમાંથી છૂટા પડી દિગંબર મતની સ્થાપના વીર સં. ૬૦૬ માં કરી હતી.
આ ઉપરથી એમ સમજી શકાય છે કે ધરસેનાચાર્ય પાસે શિખવા ગયેલા બે મુનિએમાંના એક શિવભૂતિ હતા. અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ, તે વખતે ચાતુર્માસ હેવા છતાં, ધરસેનાચાર્યે તેમને રવાના કરી દીધા હતા. કારણકે તેમનું મૃત્યુ નજીક હેઈ આ શિષ્યોને કલેશ ન થાય એવી ઈચ્છા હશે,
પુષ્પદંત તથા ભૂતબલિ ગિરનારથી નીકળી અંકલેશ્વર (ભરૂચ પાસે ગુજરાતમાં) આવ્યા અને ત્યાં ચોમાસુ પૂરું કર્યું. તે પછી ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org