________________
૨૫૪
મૂળ જૈન ધર્મ અને મહાવીર નિર્વાણુથી એક હજાર વર્ષ સુધીના આચાર્યોના જે કમ તે પટ્ટાવલીઓમાં બતાવેલા છે તે તદ્દન કળિકલ્પિત છે, પાંચ ચૌદ પૂર્વધર, દશ દશપૂર્વધર, એકાદશાંગ ધર, અંૌ દેશપાઠી વગેરે આચાર્યોને જે નામ અને સમયના ક્રમ પટ્ટાવલીઓમાં લખેલા છે તેનું મૂલ્ય દંતક્યાઓથી અધિક નથી. વળી એ વિષયમાં દિગંબર પટ્ટાવલીઓ એકમત પણ નથી.
તે પછીના પણ ઘણુ સમય સુધીના આચાર્યોના નામ, ક્રમ તથા સમયક્રમ બિલકુલ અવ્યવસ્થિત છે. નામ અને સમય ગમે તેમ લખી માર્યા છે. વ્યવસ્થિત સમય સાથેની દિગંબર પદાવલી મળતી નથી.
દિગબર વિદ્વાન પંડિત નાથુરામજી પ્રેમીએ ભગવતી આરાધનાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે
“દિગબર સંપદાયમાં અંગધારીઓ પછીની જેટલી પરંપરાઓ ઉપલબ્ધ છે તે સર્વ અપૂર્ણ છે અને મૂળ સધા આદિ ભેદ પડી ચૂકયા પછીના કોઈ સમયે સંગ્રહ કરેલી છે. અને વિચ્છિન્ન પર પરાઓને જાળવાનું તે વખતે કોઈ સાધન રહ્યું નહોતું.”
ખરી વાત એ છે કે દિગંબર સંપ્રદાયમાં વીર નિર્વાણથી એક હજાર વર્ષ સુધીની જે પરંપરા ઉપલબ્ધ છે તે સર્વે મૂળ સંઘ વગેરે ભેદ પડ્યા પછીથી સંગ્રહ કરેલી છે. કારણ કે પદાવલી સંગ્રહ કરનારાઓની પાસે તેમની નજીકમાં થઈ ગયેલા આચાર્યોની પરંપરા જાણવાનું કોઈ સાધન નહોતું ત્યારે તેમની પણ પૂર્વે થઈ ગયેલા અંગ પાડી વગેરેની તથા પૂર્વધરે વગેરેની પરંપરા જાણવાનું તે તેમને માટે ભારે કઠિન જ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org