________________
૨૪૪
મૂળ જૈન ધર્મ અને શિવભૂતિએ આર્ય કૃષ્ણની સાથે ઉપધિ ન રાખવાના સંબંધમાં જે દલીલ કરી છે તેને સાર એટલો જ છે કે ઉપધિ કષાય, મૂચ્છ અને ભય ઇત્યાદિનું કારણ છે. તેણે એમ નથી કહ્યું કે ઉપાધિ રાખવાથી મુકિત નથી મળતી. એથી ઊલટું આર્યા ઉત્તરાને વસ્ત્ર રાખવાની સંમતિ દીધી કારણ કે સાધુ અચેલક થાય તેમાં શાસનો આધાર છે પણ સ્ત્રીને એમ કરવામાં કલ્પાધ્યયનની
સ્પષ્ટ નિષેધાજ્ઞા છે. શિવભૂતિ એ જાણતા ન હોય એ સંભવિત નથી. તેથી તેમણે ઉત્તરાને અલક ન થવાની આજ્ઞા કરી.
આ વિષયમાં ગણિકા દ્વારા તેને વસ્ત્ર આપવાની જે વાત કરવામાં આવી છે તે સંભવ છે કે તે માત્ર શ્રેષનું જ પરિણામ હતું.
શિવભૂતિઓ વચ્ચપાત્ર નહિ રાખવાને ઉત્કૃષ્ટ જિનકલ્પ સ્વીકાર્યો હતો તો પણ આગળ જતાં તેને અનુભવ થયો કે આ રીતને ઉત્કૃષ્ટ માર્ગ લાંબો સમય ચાલો કઠિન છે. તેથી તેમણે સાધુઓના આપવાદિક લિંગને પણ સ્વીકાર કર્યો.
આ વાત વાંચકે અમારી કોરી કલ્પના સમજવી નહિ. કારણ કે દિગંબર સંપ્રદાયના પ્રાચીન ગ્રંથોમાંથી જ આ વાત પ્રમાણિત થાય છે.
ભગવતી આરાધનાના ઉલ્લેખે દિગંબર સંપ્રદાયના ધુરંધર આચાર્ય આર્ય શિવકેટિ પોતે હસ્ત હતા, તેઓ તેમના “ભગવતી આરાધના ગ્રંથમાં લખે છે કે
“ જેઓ ત્યકિ લિંગમાં રહેવાવાળા છે તેને માટે તે એ લિંગ છે જ પણ આપવાદિક લિંગવાળાએ પણ સંથારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org