________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૨૨૫
તેમ જ મધ્યમ વર્ગમાં શિષ્ટ ગણુત આચાર ઉચ્ચ વર્ગમાં તેટલો શિષ્ટ ગણાતો નથી. એ પ્રમાણે નગ્નતાની બાબતમાં પણ શિષ્ટતાનું ઘેરણ જુદું જુદું ગણું લેવું.
વળી બીજી રીતે પણ શિષ્ટતાના ધોરણમાં ફેરફાર છે. નાના છોકરાં નાનાં હોય તે પણ તે અશિષ્ટ નથી ગણાતું. સહેજ મોટાં છોકરાં ઘરમાં નાગાં ફરતાં હોય તો પણ તે અશિષ્ટ નથી ગણતું છતાં બહાર જતી વખતે તેમને એકાદ કપડાની જરૂર લાગે છે. કપડાં વિના બહાર નાગાં જાય તો તે અસભ્ય લાગે છે. અને મોટા માણસો નગ્ન હોય તો તે અસભ્ય ગણાય છે. વળી ઘરમાં મોટા માણસ પણ લગેટ કે ધોતિયું કે ચડ્ડી પહેરીને ફરે તે તે બહુ અશિષ્ટ ગણાતું નથી.
આમ સંસાર વ્યવહારમાં અનેક દૃષ્ટિથી શિષ્ટતા સભ્યતાને વિચાર કરવામાં આવે છે. એટલે એક સંસારી ગૃહસ્થ બીજા સંસારી ગૃહસ્થને કેવી રીતે અશિષ્ટ ગણે તે તેની દષ્ટિ ઉપર આધાર રાખે છે. ' વળી જમાના પ્રમાણે ગૃહસ્થમાં પણ શિષ્ટતાનું ધારણું ફરતું રહે છે.
ગૃહસ્થની સાધુ પ્રત્યેની દૃષ્ટિ
પરંતુ સાધુ તરફ ગૃહસ્થ જુએ ત્યારે ગૃહસ્થની દૃષ્ટિ જુદા પ્રકારની હોય છે. સાધુ એ ધર્મની મૂર્તિ છે. એટલે સાધુ પૂજ્ય છે. ગૃહસ્થ સાધુ તરફ પૂજ્યભાવથી જ જુએ છે. ગૃહસ્થમાં પણ તે વખતે સંસારભાવનાને બદલે ધર્મભાવના અને પૂજ્યભાવના જ વર્તતી હોય છે. એટલે સાધુ તરફ જોતી વખતે ગૃહસ્થ સાધુના મુખ તરફ જ દૃષ્ટિ ઠેરવીને જુએ છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org