________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૪
૨૨૩ અને જિન ભદ્રગણિ ક્ષમા શ્રમણે તે વિશેષાવશ્યક ભાષ્યમાં જંબૂ સ્વામીના મેક્ષગમન પછી જિનકલ્પ વિચ્છેદ ગયાની જ ઘોષણા કરી દીધી.
આ પ્રમાણે કેટલાય પૂર્વાચાર્યોએ મૂળ અચેલક આચાર ધર્મને છુપાવીને વધતા જતા શિથિલાચારને પુષ્ટ કરવા માટે અનેક નવી નવી વાત ઉપજાવી કાઢી કે જે એક રીતે કહીએ તે ઉત્સવ પ્રરૂપણું જ કહેવાય.
જિનકલ્પ દશ પૂર્વથી વધુ જ્ઞાનવાળા જ ધારણ કરી શકે એવી વાત પણ મૂળમાં કયાંય નથી પણ પાછળથી પૂર્વાચાર્ય ઉપજાવી કાઢેલ છે.
વિશેષ વિગત માટે “જિનક૫” નામનું આ પછીનું પ્રકરણ નં. ૧૪ જુઓ.
પાંચમા બચાવને જવાબ (૫) સચેલતાની પુષ્ટિમાં છેલ્લો બચાવ એ છે કે નગ્નતા એ અશિષ્ટ દેખાય છે. અલબત્ત આ વાત શ્રાવકોની દૃષ્ટિથી છે. સંસાર છોડ્યા પછી સાધુને વ્યવહારિક શિષ્ટતા કે અશિષ્ટતા સામે સંબંધ નથી. છતાં જે લજજા સહન ન કરી શકે તેને માટે ભગવાને પણ એલ પટની છૂટ આપી છે,
પં. મુનિશ્રી પાકુમારજી મહારાજે સમ્યગદર્શન પત્રમાં નગ્નતા અશિષ્ટ નથી પણ શિષ્ટ છે માટે જ ભગવાને અલક્તાનું નિરૂપણ કર્યું છે એમ કહે છે. છતાં તેમની સાંપ્રદાયિકતાએ જોર કરવાથી તેઓશ્રી લખે છે કે–જઘન્ય નવ પૂર્વ સુધીના જ્ઞાનવાળા અને ૨૦ વીશ વર્ષની દીક્ષા પર્યાયવાળાને માટે જ નખત્વ શિષ્ટ મનાયું છે. આ વાત કથા સત્રમાં છે તે તેઓ જણાવી શક્યા નથી. કારણ કે કોઈપણ સત્રમાં એ વાત છે જ નહિ. પણ તેમણે જ જણાયું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org