________________
૧૭૬
મૂળ ન કર્મ અને
- આજે કાળના પ્રભાવે, અજ્ઞાનતાને લીધે, અહંભાવને લીધે કે માન પ્રતિષ્ઠાના લોભને લીધે, પૂર્વ સંસ્કારથી કે વર્તમાન સંસર્ગથી કઈ સિદ્ધાંતને પિતાની અલ્પ બુદ્ધિ પ્રમાણે ઊલટા રૂપમાં સમજાય હેય તેને જ સત્યરૂપે દઢતાથી માની લે અને જૈન ધર્મના અનેકાંત વાદને નહિ સમજવાથી એકાંતવાદ ધારણ કરવો. એ રીતે જૈનધર્મમાં અનેક સંપ્રદાય ગ, વાડાઓ ઉત્પન્ન થયા છે.
ધર્મમાં આવી જાતને કોઈ પણ વિષયમાં, કોઈ પણ બાબતમાં એકાંત આગ્રહ એ તીર્થકર ભગવાનના વચનની વિરુદ્ધનું કાર્ય છે અને ભગવાનના વચનની વિરુદ્ધના કાર્યને મિથ્યાત્વની સંજ્ઞા આપવામાં આવે છે. શધામાં મુશ્કેલી
'આજના સાંપ્રદાયિક વાતાવરણમાં સત્યની શોધ કરવી એ મુશ્કેલ કાર્ય છે. પરંતુ લાધેલ સત્યને પ્રકાશમાં મૂકવું એ હમેશાં એથી પણ મુશ્કેલ કાર્ય ગણાતું રહ્યું છે. છતાં સત્યાર્થીને તો સત્ય શોધવું જ રહ્યું, તે તેની શોધમાંથી પાછા હઠી શકે નહિ. - તેથી મારાથી બનતી મહેનત કરીને જે કંઈ સત્ય શોધી શકાયું તે આ પુસ્તકમાં મારા લેખોમાં બતાવેલું છે. તેમાં મેં જરૂર પૂરતી. સૂત્રોની સાક્ષીઓ, ઉલ્લેખ આપેલા છે. '
છતાં તેમાં કેટલું ક સ્થાનકવાસી માન્યતા વિરુદ્ધનું છે તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તે તે સ્વાભાવિક છે. તેવી જ રીતે કેટલુંક અતિપૂજક માન્યતા વિરહનું છે. તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તો તે પણ સ્વાભાવિક છે તે ઉપરાંત કંઈક બેને સંપ્રદાયને માન્ય ન હોય તેવું બને ય સ્વીકારવા તૈયાર ન થાય એ પણ સમજી શકાય તેમ છે.
પરંતુ અહીંયા સવાલ સાંપ્રદાયિક માન્યતાને નથી. કે અંગત રચિનો સવાલ નથી. ૫ણુ ભગવાને શું પુરૂ હતું તે શોધી કાઢવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org