________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૫૭ પરંતુ સ્થાનકવાસી સંપ્રદાયના શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજીએ જ્ઞાતા સૂત્રની આઠસો વર્ષ પહેલાંની પ્રતિ ઉપરથી પૂરવાર કર્યું હતું કે એ પાઠ પ્રક્ષિપ્ત છે. કારણ કે તે આઠ વર્ષની જૂની, પ્રતિમાં તે પાઠ જ નથી.
દેવની પૂજાની વિધિ ફક્ત રાજપ્રશ્નીય તથા વાભિગમ. એ બે મૂત્રમાં જ બતાવેલ છે. અને એ બંને સત્રે તે ભ. મહાવીરના નિર્વાણ પછી પણ પાંચ સાત સૈકા પછી જ બનેલા છે. એટલે તેમાં જે પૂજા વિધિ આપેલ છે તે તે અહીં ભારત વર્ષમાં તે વખતે જેપુજાવિધિ પ્રચલિત થઈ ગઈ હતી. તેનું વર્ણન કરેલું હોય તે. સ્વાભાવિક છે.
બાકી દેવે મહાવિનયી અને વિવેકી હેય છે. તેઓ તીર્થકર ભગવાનના સમવસરણેમાં પણ જતા હોય છે. અને તેને ઉપદેશ સાંભળતા હોય છે. તેથી પૂજા એટલે શું? અને ભગવાનની પૂજા કેમ થાય? તે પણ તેઓ સારી રીતે જાણતા હેય છે. એટલે વીતરાગ ભગવાનને કહપે નહિ તેવી વસ્તુ ભગવાનની પ્રતિમા પાસે ધરીને ભગવાનની આશાતના થાય. એવી સાવદ્ય પ્રકારની દ્રવ્યપૂજા દેવે કરે એવી વાત તો કદી, માની શકાય નહિ.
એટલે દેવે પણ વંદન નમસ્કાર વગેરે ભાવપૂજા જ કરે છે. એમ જ માની શકાય,
ઉવવાઈ સૂત્રમાં પૂજાને દાખલે મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજકો ઉવવાઈ સૂત્રમાં અર્પેારૂયા વંશત્તિયં, અનેરૂ પૂળવત્તિ એ પાઠને ઉલ્લેખ કરીને. કહે છે કે તેને અર્થ વંદન કરવાને તથા પૂજન કરવાને એમ થાય છે. અને પૂજા તો પુષ્પ આદિ દ્રવ્યોથી જ થાય એટલે મૂર્તિ પૂજા સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org