________________
પ્રકરણ બામું સૂત્રમાં દ્રવ્ય મૂર્તિપૂજાને
કયાં ય ઉલ્લેખ નથી મૂર્તિની માન્યતા તીર્થકર માન્ય, સૂત્ર માન્ય અને ધમ-માન્ય છે એમ પ્રમાણેથી બતાવી આપ્યા પછી એટલે કે મૂર્તિની માન્યતા સૂવાનુસાર સાચી છે એમ સિદ્ધ થઈ ગયા પછી હવે અહીં આપણે મૂર્તિપૂજા સંબંધી વિચાર કરીશું. મૂર્તિપૂજા પ્રાચીન કાળમાં હતી કે કેમ, સત્રમાં મૂર્તિપૂજાના ઉલ્લખે છે કે કેમ અને મૂર્તિપૂજકે મૂર્તિપૂજાને સિદ્ધ કરવા માટે જે દાખલાઓ આપે છે તે યથાર્થ છે કે કેમ તે હવે આપણે વિચારીશું.
પૂજા કેની અને શા માટે? મૂર્તિપૂજાને વિચાર કરતી વખતે એ વાત સૌથી પહેલાં વિચારવાની છે–
(૧) પૂજા કોની કરવાની છે?
(૨) પૂજાનો હેતુ શો? તે પહેલા પ્રશ્નના જવાબમાં કહીશું કે તીર્થકર ભગવાનની, અરિહંત
ભગવાનની કે સિદ્ધ ભગવાનની પૂજા કરવાની છે. કે બીજા પ્રશ્નના જવાબમાં કહીશું કે ધર્મ માટે, આત્મકલ્યાણ માટે અથવા મોક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરવાની છે? : .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org